રિક્ષા ચાલક પતિએ ફિલ્મી સ્ટાઇલે પત્નીની હત્યા કરી
વલસાડ, જિલ્લાના ફણસા ગામમાં રિક્ષા ચાલક પતિએ પોતાની જ પત્નીની તીક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. જાહેર રસ્તા પર જ પત્નીની કરપીણ હત્યા કરી હત્યારો પતિ રિક્ષા લઇને ફરાર થઈ ગયો હતો. જાેકે મરીન પોલીસે ગણતરીના સમયમાં જ પત્નીના હત્યારા પતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે.
છેલ્લા ૬ વર્ષથી અલગ અલગ રહેતા પતિ પત્ની વચ્ચે ચાલી રહેલો છૂટાછેડાનો વિવાદ જ હત્યાનું કારણ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પતિ-પત્નીના સંબંધોને સાત જનમના માનવમાં આવે છે, પરંતુ આજના આધુનિક યુગમાં નાની નાની બાબતમાં પતિ-પત્ની વચ્ચેના ઝગડા અને તલાક જાેવા મળતા હોય છે,
તો ક્યાંક પતિ પત્નીનો કલહ જીવલેણ સાબિત થાય છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક પતિએ તલાક ન આપતી પત્નીની કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. ગળાના ભાગે છરીના ઘા મારી પત્નીને મોત આપનાર પતિ રીક્ષા લઇ ફરાર થઇ ગયો હતો.
ઘટનાની વિગતે વાત કરીએ તો ફણસા ગામમાં છેવાડાના વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પુનિત મિટનાના ૧૬ વર્ષ પહેલા ફણસા ગામની મમતા મિટના નામની યુવતી સાથે લગ્ન થયા હતા. થોડા સમય સુધી લગ્ન જીવન વ્યવસ્થિત ચાલ્યાં બાદ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા અને અણબનાવ બનતા હતા. જેથી છેલ્લા ૬ વર્ષથી મૃતક પત્ની મમતા પોતાના પિતાના ત્યાં રહેતી હતી.