Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આંક ફરકનો જુગાર રમતા બે જુગારીયા ઝડપાયા. 

૯૧.૪ હજાર રોકડા તથા મોબાઈલ,રીક્ષા મળી કુલ રૂપિયા ૧.૫૪ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામેથી ઝઘડિયા પોલીસે ૧,૫૪,૪૮૦ ના મુદ્દામાલ સાથે બે જુગારીઓની ધરપકડ કરી છે.

ગતરોજ ઝઘડિયા પોલીસ ખરચી બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. પેટ્રોલિંગ દરમિયાન તેમને બાતમી મળી હતી કે ભરૂચ તરફથી બે ઈસમો એક ઓટો રિક્ષામાં આવી ગોવાલી મહાકાળી નગરની સામે ના ભાગે હનુમાનજીના મંદિર બહાર ઓટલા પર બેસી સટ્ટાબેટિંગ ના આંકડા લખાવી હારજીતનો જુગાર રમાડે છે.ઝઘડિયા પોલીસ બાતમીના આધારે ગોવાલી ગામના મહાકાળી નગર સામે આવેલ હનુમાનજી મંદિર વિસ્તારમાં છાપો માર્યો હતો.

તે દરમ્યાન બે ઈસમો ઓટલા પર બેસેલ હતા અને પોલીસ જોઈ બંને ઈસમો ઉભા થઈ જતા હતા ત્યાં તેઓને રોકી તેમની અંગજડતી કરવામાં આવી હતી. ઝઘડિયા પોલીસે બંને ઈસમો પાસેથી મળી ૯૧,૪૮૦ રૂપિયા રોકડા તથા બે મોબાઈલ અને ઓટોરિક્ષા મળી કુલ રૂપિયા ૧,૫૪,૪૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝઘડિયા પોલીસે  (૧) નીતિન વિનાયકરાવ માધવરાવ આબનાવી રહે. દહેજ બાયપાસ રોડ ભરૂચ  (૨) મોહંમદ સાદિક અબ્દુલ મજીદ મલેક આંબોલી રોડ અંકલેશ્વરના વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.