સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિ કિ.ગ્રામ રૂ. પ૦ પ્રમાણે સહાય આપશે
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીશ્રીએ હવે, એફઓબી પ્રતિ કિ.ગ્રામ રૂ. ૧૮૦ને બદલે રૂ. ર૦૦ આપવાનો ર્નિણય લીધો છે. રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરે છે. આ જાેગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂ. પ૦ મહત્તમ નિકાસ સહાય ૬ મહિનાના સમયગાળા માટે રૂ. ૧પ૦ કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવેલી હતી.
રાજ્યના દૂધ સંઘોએ આ વર્ષે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત કરીને એફઓબી(ફ્રેઇટ ઓન બોર્ડ) પ્રતિકિલો રૂ. ૧૮૦ થી વધારીને રૂ. ર૦૦ કરવા તેમજ યોજનાની અવધિમાં પણ વધારો કરવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તદઅનુસાર, ૧ જુલાઇ-ર૦ર૧થી તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૧ સુધીના ૬ માસ માટે રૂ. પ૦ પ્રતિ કિ.ગ્રામ સહાય મંજૂર કરી છે. એટલું જ નહિ,એફઓબી ભાવ પરિવહન ખર્ચ સાથે રૂ. ર૦૦ પ્રમાણે આપવાનો ર્નિણય તેમણે કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ એવું પણ સૂચવ્યું છે કે, જાે સ્કીમ મિલ્ક પાવડરના ર્હ્લંમ્ ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. એટલે કે જાે એફઓબી ભાવ રૂ. ર૦૦થી વધીને રૂ. ર૧૦ થાય તો, નિકાસ સહાય રૂ. પ૦ થી ઘટીને રૂ. ૪૦ થશે.
જાે એફઓબી ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત એટેલે કે રૂ. પ૦ પ્રતિ કિ.ગ્રામ જ રહેશે. આ સમગ્ર યોજના રૂ. ૧પ૦ કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો ર્નિણય પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે. મુખયમંત્રીશ્રીના આ ર્નિણયને પરિણામે સ્કીમ મિલ્ક પાવડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં થતી વધ-ઘટથી થતું નુકશાન પશુપાલકો સરભર કરી શકશે અને તેમને આર્થિક રાહત પ્રાપ્ત થશે.