Western Times News

Gujarati News

ટી સિરીઝના મેનેજિંગ ડિરેક્ટરે મોડલને કામની લાલચ આપીને ત્રણવાર રેપ કર્યો

મુંબઇ: ટી સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર પર મુંબઈના ડીએન નગર પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ કરવામાં આવ્યો છે. કુમાર વિરુદ્ધ ૩૦ વર્ષીય મોડલે પ્રોજેક્ટમાં કામ આપવાની લાલચ આપીને અલગ અલગ સ્થળે રેપ આપવાનો આક્ષેપ કર્યો છે. જાેકે, હજી સુધી ટી સિરીઝે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

મોડલનો આક્ષેપ છે કે કામની લાલચ આપીને ભૂષણ કુમારે ૨૦૧૭થી લઈ ઓગસ્ટ, ૨૦૨૦ એમ ત્રણ વર્ષ સુધી તેની પર અત્યાચાર કર્યો હતો.મહિલાએ વધુમાં કહ્યું હતું કે ભૂષણે ત્રણ અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેની પર રેપ કર્યો હતો. પીડિતાએ એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે ભૂષણ કુમારે તેની તસવીરો તથા વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.

વર્ષ ૨૦૧૮માં ભારતમાં સ્ી્‌ર્ર્ મૂવમેન્ટ શરૂ થઈ હતી. મોડલ તથા એક્ટ્રેસ મરીનાએ ભૂષણ કુમાર તથા સાજીદ ખાન પર યૌન શોષણનો આક્ષેપ કર્યો હતો. જાેકે, આ કેસની બહુ ચર્ચા થઈ નહોતી. મરીનાએ ચેનલ આજ તકને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કામ અપાવવાના બહાને ભૂષણ કુમાર તથા સાજીદ ખાને તેનું શોષણ કર્યું હતું. ૨૦૦૧માં ભૂષણ કુમાર ફિલ્મ ‘તુમ બિન’નું પ્રોડક્શન કર્યું હતું. ત્યારબાદ ટી સિરીઝ કંપનીએ અનેક સુપરહિટ ફિલ્મ આપી હતી, જેમાં ‘ભૂલ ભુલૈયા’, ‘આશિકી ૨’, ‘સનમ રે’, ‘ઓલ ઇઝ વેલ’, ‘સરબજીત’, ‘બાદશાહો’, ‘તુમ્હારી સુલુ’, ‘સત્યમેવ જયતે’ જેવી અનેક ફિલ્મ બનાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.