Western Times News

Gujarati News

રાજકોટ શહેરને  નર્મદા નું 300 ક્યુસેક પાણી મળશે

રાજકોટ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમ માં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી  પહોંચાડવા શ્રી વિજય ભાઈ રૂપાણીએ સૂચના આપી છે.

તદનુસાર  આજે સવાર થી આ પાણી ધોળી ધજા ડેમ જે ન્યારી થી 120 કી.મી દૂર છે ત્યાંથી 500 ફૂટ જેટલી ઊંચાઈ સુધી પંમ્પિંગ કરીને ન્યારી ડેમ માં  પહોંચાડવા  કામગીરી શરૂ કરવામાં આવી છે.

સૌની યોજના અંતર્ગત રાજકોટ ના ન્યારી ડેમ માં  આપનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં ન્યારી ડેમ માં પહોંચશે. ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેર ને આપવા નું શરૂ થવાથી  પશ્ચિમ રાજકોટના લોકો નાગરિકોની પીવાના પાણી ની સુવિધામાં વધારો થશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.