Western Times News

Gujarati News

કરીના નથી ઈચ્છતી કે તૈમૂર અને જહાંગીર અભિનેતા બને

બાળકોને શું કરવું છે એ તેઓ જાતે જ પસંદ કરે-અભિનેત્રી કરીના કપૂર ખાને કહ્યું કે, તૈમૂરની રાશિ ધન છે એટલે તેને આર્ટ, કલરિંગ, એક્સપ્લોર કરવું પસંદ છે

મુંબઈ, બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને તાજેતરમાં જ પોતના બાળકો તૈમૂર અને જહાંગીર તથા મધરહૂડની વાત કરી છે. કરીનાનું કહેવું છે કે, તેનો બીજાે દીકરો જેહ (જહાંગીર) તેના જેવો જ લાગે છે. જ્યારે તૈમૂર તેના પતિ સૈફ અલી ખાન જેવો દેખાય છે.

કરીનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, જ્યારે તૈમૂર છ મહિનાનો હતો ત્યારે તે તેની આસપાસ નવા નવા ચહેરાઓ પ્રત્યે અણગમો વ્યક્ત કરતો હતો. તો જેહ આ બધી ચીજવસ્તુઓને લઈને ખૂબ જ કન્ફર્ટેબલ છે. કરીનાએ આગળ કહ્યુ કે, તૈમૂરની અંદર સૈફની પર્સનાલિટી છે, જ્યારે જેહમાં બંનેની.

કરીના કપૂરે એવું પણ કહ્યુ કે, કારણ કે તૈમૂરની રાશિ ધન છે એટલે તેને આર્ટ, કલરિંગ, એક્સપ્લોર કરવું પસંદ છે અને દેરક ચીજને લઈને તે ઉત્સાહિત હોય છે. જેહની રાશિ મીન છે અને હવે એ જાેવાનું રહ્યું કે એ કેવી રીતે ડેવલપ થાય છે. કરીના કપૂર કેવા પ્રકારની મા હશે, એના પર એક્ટ્રેસે કહ્યું કે, તે પોતાના બાળકોની સાથે ઊભા રહેવા માગે છે અને તેમને સપોર્ટ કરશે.

બેબોએ કહ્યું કે, તે ઈચ્છે છે કે તેમના બાળકો જેન્ટલમેન અને દયાળુ હોય. તે ઈચ્છે છે કે લોકો કહે કે તેમના બાળકોનો ખૂબ જ સારો ઉછેર થયો છે અને એ જ તેમના માટે પૂરતુ છે. કરીનાએ એવું પણ કહ્યું કે, તે નથી ઈચ્છતી કે તૈમૂર અને જેહ મૂવી સ્ટાર્સ બને. તેણે કહ્યું કે, બાળકો પસંદ કરે કે તેઓ શું કરવા માંગે છે અને તે હંમેશા તેમનો સપોર્ટ કરશે.

એક્ટ્રેસના જણાવ્યા મુજબ, તે હેલિકોપ્ટર મોમ બનવા માંગતી નથી. તે ઈચ્છે છે કે તેના બાળકો ખુદ પોતાની રીતે બધુ શીખે, કારણ કે તેની માએ પણ તેને આવુ જ શીખવ્યું હતું. બેબો કહે છે કે, જેહ હજુ ખૂબ જ નાનો છે, પરંતુ તૈમૂર બધી ચીજવસ્તુઓને સમજવા લાગ્યો છે.

જ્યારે પણ તૈમૂર કંઈ ખોટુ કરે તો તે તેની સાથે વાત કરે છે, કારણ કે તેને લાગે છે કે આ રીતે જ તૈમૂર શીખશે. કરીનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કરીના હવે આમિર ખાનની સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જાેવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.