Western Times News

Gujarati News

અભ્યાસ અથવા નોકરી માટે વિદેશ જવું છે, તો આ ફ્રી વેબિનારમાં ભાગ લો

રોજગારવાંચ્છુ ઉમેદવારો https://t.ly/DLgJ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે

અરજદાર વધુમાહિતી માટે હેલ્પ-લાઈન નંબર- ૦૭૯-૨૯૭૦૩૬૪૨ ઉપર સંપર્ક કરી શકશે.

અમદાવાદ જિલ્લાની મદદનીશ નિયામક,રોજગાર કચેરીએ વિદેશમાં અભ્યાસ અને રોજગાર માટે યુવાનોને ઓનલાઇન માર્ગદર્શન મળી રહે ૨૧ ઓગસ્ટથી ૩૧ઓગસ્ટ,૨૦૨૧ દરમિયાન ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ મદદનીશ નિયામક, રોજગાર કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે.

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નેજા હેઠળ યોજાનારા આ વેબિનારમાં વિવિધ દેશોના ઈમિગ્રેશનના નિયમો અને હાલની પરીસ્થિતિ અંગેની માહિતી આપવામાં આવશે.આ વેબિનારમાં ભાગ લેવા માટે ઉમેદવારો માટે રજીસ્ટ્રેશનની એક ગુગલ લિંક બનાવવામાં આવી છે.આ https://t.ly/DLgJ ગુગલ લિંકમાં પર ઉમેદવારો રજીસ્ટ્રેશન કરાવી વિદેશ અભ્યાસ અંગેની અદ્યતન માહિતી પ્રાપ્ત કરી શકશે.

આ અંગે મદદનીશ નિયામક, રોજગાર કચેરીના હેલ્પ-લાઈન નંબર ૦૭૯-૨૯૭૦૩૬૪૨ પર પણ સંપર્ક કરી માર્ગદર્શન પ્રાપ્ત થઈ શકશે, તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.