ચોવીસ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૧૭ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના નવા કેસ ૧૦ ના આંકડા સુધી જઇને ફરી એકવાર કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે નવા ૧૭ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૫ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કોરોનાને કારણે ૮,૧૫,૩૧૧ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેથી કોરોનાનો રિકવરી રેટ પણ વધીને ૯૮.૭૬ પર પહોંચી ચુક્યો છે.
બીજી તરફ રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. આજે ૫,૩૨,૫૮૮ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૧૫૧ એક્ટિવ કેસ છે. જે પૈકી ૬ નાગરિકો વેન્ટીલેટર પર છે.
૧૪૫ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૫,૩૧૧ નાગરિકો અત્યાર સુધી કોરોનાને હરાવી ચુક્યા છે. તો ૧૦૦૮૨ નાગરિકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જાે કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. આજે અમદાવાદ કોર્પોરેશનમાં ૬ કેસ, સુરત, સુરત કોર્પોરેશન, વડોદરા કોર્પોરેશનમાં ૩-૩ નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા અને વલસાડમાં ૧-૧ કેસ નોંધાયા છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૩૭ કર્મચારીને રસીનો પ્રથમ અને ૪૨૮૮ કર્મચારીને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી ઉંમરના ૭૬૦૭૦ નાગરિકોને રસીનો પ્રથમ અને ૬૯૯૧૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૨૨૮૦૨૬ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૫૪૨૫૨ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૫,૩૨,૫૮૮ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૫,૦૭,૯૫,૩૪૯ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.SSS