Western Times News

Gujarati News

અમદાવાદની સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને ભાગેડુ જાહેર કરાયો

અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશનની અખબારી યાદી અનુસાર આરોપી રામકિશોર રામલાલ કોરિયા(રહે- અંબિકા મોલ્ડીંગ તાવડીપુરા પોસ્ટ ઓફિસની સામે, અમદાવાદ) સામે ઈન્ડિયન પીનલ કોડ – ૩૬૩,૩૬૬ અન્વયે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીનું મુળ ગામ –લખાઈકા પૂર્વા. તા.સુલ્તાનપુર, જિલ્લો-ફૈઝાબાદ,ઉત્તર પ્રદેશ છે.

આ યાદી અનુસાર નામદાર સેશન્સ કોર્ટ -૧૭ દ્વારા ક્રિમિનલ કેસ નંબર92/1997,માધવપુરા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં- 145/1996અન્વયે વોરંટની બજવણી માટે પોલીસ સ્ટેશન ખાતે મોકલ્યું હતું, જેના આધારે પોલીસે અમદાવાદ ખાતેના સરનામે અને તેના મુળ વતન જઈ તપાસ કરતા ન મળતા વોરંટની બજવણી થઈ શકી ન હતી.

આરોપી પોતાની ઓળખ છુપાવી સંતાતો ફરતો હોઈ નામદાર સેશન્સ કોર્ટે સદર આરોપી વિરુદ્ધમાં સી.આર.પી.સીની કલમ -૮૨ મુજબની કાર્યવાહી કરી જાહેરનામું બહાર પાડ્યું છે.આ જાહેરનામાની વ્યાપક પ્રસિદ્ધ કરવા માટે યાદીમાં વધુમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.