Western Times News

Gujarati News

અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો…ચેતી જજાે..-શિકાર ફસાવવાની અનોખી રીત

ખેડા જિલ્લામાં બ્લેક મેલીંગના વધેલા કિસ્સા ચિંતાનું કારણ બન્યા

(પ્રતિનિધી) નડિયાદ, ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઈમના ગુનાઓને વધતા જાય છે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સક્રિય બનેલી આ સાયબર ક્રાઈમના ગુના આચરતી ટોળકી માં સામેલ યુવતી ઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી શિકાર શોધી તેમને ફસાવી રૂપિયા પડવા માટે કામે લાગી ગઈ છે

સંખ્યાબંધ લોકો આ ટોળકીના હાથે ઠગાયા છે પરંતુ ચોર ની મા કોઠી માં તેવો ઘાટ સર્જાયો છે પોતાની આબરુના ધજાગરા ના થાય તે માટે તેઓ આ બાબતે પોલીસમાં ફરિયાદ આપતા પાછા પડી રહ્યા છે જાેકે આવા કિસ્સા માં રૂપિયા આપવા કે નહિ તેવી સલાહ માટે મહિને દસ બાર લોકો પોલીસ પાસે જતા હોવાનું જાણવા મળે છે

આજે કોઈ યુવાન એવો ભાગ્યે જ હશે કે જેનું ફેસબુક કે સોશિયલ સાઇટ પર એકાઉન્ટ નહી હોય. તમને જાણીને નવાઈ લાગશે કે ગુનેગારો હવે આવી સાઈટ મારફતે તમારા સુધી પહોંચી તમને બરબાદ કરી નાખે છે. ખાસ કરીને યુવાન-યુવતીઓને ચેતવું જરૂરી બન્યું છે.

ખેડા જિલ્લામાં ન્યુડ ફોટો અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેલીંગ કરતાં કિસ્સાઓમાં એકાએક ઘરખમ વધારો થયો છે. પહેલા સોશ્યલ મીડિયા મારફતે ચેટ કરી ફોસલાવી ઓનલાઇન સેક્સની માંગ કરી અને તે બાદ વિડિયો કે ફોટો કેપ્ચર કરી બ્લેક મેલીંગના બનાવો વધી રહ્યા છે. જેમાં મોટેભાગે યુવાનો વધારે ભોગ બની રહ્યા છે.

ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ન્યુડ ફોટો અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેલીંગ કરતી ટોળકી સક્રિય બની હોવાની ફરિયાદો ઉઠી છે. આંતરરાજ્ય ટોળકી પહેલા ફેસબુક કે સોશિયલ સાઇટ પર તમારી સાથે મિત્રતા કેળવે તે બાદ ચેટ કરી

તમારી ઈચ્છા મુજબ ઓનલાઇન વિડિયો કોલીંગ દ્વારા સેક્સની માંગણી કરે જે મનસૂબો પાર પડતાની સાથે જ આ ટોળકી વિડિયો સ્ક્રીન રેકોર્ડ દ્વારા તમામ અશ્લીલ હરકતો સૂટ કરી બીજી જ મીનીટે સામે વાળી વ્યક્તિને બ્લેક મેલીંગ કરી નાણાં ખંખેરતી હોય છે. અને જાે ભોગ બનનાર તેની નાણાંકીય વાત ન સંતોષે તો આ ન્યુડ વિડિયો અને ફોટાને વાયરલ કરવાની ધમકી આપે છે. તો વળી કેટલાક કિસ્સાઓમાં તો ભોગ બનનારના મ્યુચ્યુઅલ ફ્રેન્ડના ઈન બોક્સ સુધી વાયરલ કરતાં સ્થાનિક લેવલે પણ ઘર્ષણ થતું હોય છે.

ખેડા જિલ્લામાં આવા બનાવો વ્યાપક પ્રમાણમાં વધ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આવા બનાવોમાં મોટે ભાગે યુવાનો વધારે ભોગ બની રહ્યા છે. સામે યુવતીઓ હોવાથી આકર્ષાઈને આ બ્લેક મેલીંગનો શિકાર બને છે. ખેડા સાયબર સેલમાં આ બાબતે અરજીઓ થઈ નથી પરંતુ આવા કિસ્સા માં રૂપિયા સામે વાળા ને આપવા કે નહિ તેવી સલાહ માટે ઘણા ભોગ બનનાર પોલીસ નો ચૂપકે ચૂપકે સપક કરતા હોવા નું જાણવા મળે છે

ખેડા જિલ્લા માં આ ટોળકીના હાથે ઘણા લોકો ઠગાયાં હોવાની શક્યતા સેવાઇ રહી છે પરંતુ આબરૂ જવાની બીકે તેઓ યુવતીઓની માંગણી મુજબ નાણાં તેમના બેંક ખાતામાં જમા કરાવી દઈશ બનાવ પર પડદો પાડી રહ્યા છે ધણી વખત આવા બનાવ નો ભોગ બનેલ યુવાનો ડીપ્રેશનમાં આવી જાય છે.

ભોગ બનનારની પ્રતિષ્ઠા પર દાગ લાગતા સમાજમાં ભારે બદનામીનો ડર શતાવતો હોવાથી મોટાભાગના આ પ્રકારના કેસો બહાર આવતા નથી. જેનો સીધો જ લાભ કાંડ આચરનાર લઈ રહ્યા છે. કાંડ આચરનાર લોકોને તો બસ નાણાં કમાવવા હોય છે તેથી તે આવા બકરાની શોધમાં રહેતા હોય છે. *

શિકાર ફસાવવાની અનોખી રીત
ખેડા જિલ્લામાં આમાં ભોગ બનેલા યુવાનોની સંખ્યા વિશે છે આ ટોળકીની શિકાર ફસાવાની રીત પણ અનોખી હોય છે સૌપ્રથમ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ મારફતે તમને રીક્વેસ્ટ મોકલાય છે. મોટે ભાગે યુવતીના નામની રીક્વેસ્ટ હોય છે જે સ્વીકારતાં જ તમારી મોટા ભાગની હીડન થયેલી ડીટેલ્સ ખુલી જાય અને તે ફ્રોડ આચરનાર લોકોની હાથમાં આવી જાય છે.

આ બાદ તમને જનરલી  મેસેજાેથી વાત શરૂ કરે છે. અને તમે રીપ્લાય આપો તે બાદ મૈત્રી તરફ આગળ વાત જાય છે. પછી ફોટાની આપલે થાય છે સુંદર યુવતી નો ફોટો જાેઈ યુવાનો લલચાય છે આ બાદ વાતમાંને વાતમાં તમારુ પ્રાથમિક નાણાંકીય બેકગ્રાઉન્ડ જાણી લે છે.

જે પછી તમને જણાવે છે કે તમે ઓનલાઇન વિડિયો કોલીંગથી સેક્સ કરશો…એમાં શરમ શાની..? કહી શરૂઆત સામે પક્ષે થી થાય.. એટલે યુવાનો પણ શરમ સંકોચ ને મૂકીને સામે વાડી યુવતીની વાતો માં આવી જાય …આમેય આવું ચેટિગ યુવાનો બંધ રૂમમાં કરતા હોય

એટલે શરુ પડી જાય સામે યુવતી એક પછી એક કપડાં ઉતારે એટલે યુવાનો પણ ..પોતા ના કપડા ઉતારી નાખે…એમને સપના માં પણ ખબર ન હોય કે તેમનું વિડિયો બની રહ્યું છે ..બિચારા યુવાનો બે ત્રણ દિવસ પહેલા .. ઈ- પેમિકા બનેલ યુવતી સાથે ઓન લાઈન સેક્સ ની મજા લૂંટવા લાગે..તેમની આ મઝા વિડિયો કેમેરા માં કેદ થઈ જાય બાદ… કાચિંડો રંગ ના બદલે એટલી ઝડપે પેલી યુવતી પોતાનું અસલી રૂપ બતાવી દે ..

ગણતરીની બીજી મીનીટમાં જ સામે વાળી વ્યક્તિના હાવભાવ બદલાઈ જાય છે અને ભોગ બનનારને બ્લેક મેલીંગ શરૂ કરી દે છે. રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને તે ન સંતોષતાં ન્યુડ ફોટો અને વિડિયો વાયરલ કરવાની ધમકી આપે છે. બિચારા યુવાનો આબરૂ જવાની બીકે યુવતીની માગણી મુજબના રૂપિયા યુવતી ના એકાઉન્ટ નંબર માં નાણાં જમા કરાવી દે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.