પ્રિયા પ્રકાશે આઇસક્રીમ ખાતા-ખાતા આંખ મારી

મુંબઈ, પોતાની અદાઓના લીધે રાતોરાત દુનિયામાં ફેમસ થનાર વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર પોતાના ફોટા અને વીડિયો વડે પ્રિયા ફેન્સનું દિલ જીતી લે છે. તેમના ચાહનારાઓ આતુરતાપૂર્વક તેમના નવા-નવા વીડિયો અને ફોટોઝની રાહ જુએ છે. હવે ફરી એકવાર તેમનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં તેમના જૂના અવતારને જાેવા મળ્યો છે.
પ્રિયા પ્રકાશ વોરિયરએ પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના જૂના ચર્ચિત વીડિયોની માફક જ આંખ મારતી જાેવા મળી રહી છે. પ્રિયા પ્રકાશ વોરિયરના વીડિયોમાં આઇસક્રીમ ખાતી જાેઇ શકાય છે. તે માથા પર હેટ લગાવીને સોફ્ટી આઇસક્રીમ ખાઇ રહી છે. આ દરમિયાન ધીમેથી આંખ મારે છે. તેમના આ વીડિયોને જાેયા બાદ અભિનેત્રીની જૂની યાદ આવી છે.
હવે વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આમ તો આ વીડિયો એક થ્રોબેક છે. પ્રિયા પ્રકાશ વોરિયરએ આ પહેલાં પણ ઘણી કાતિલ તસવીરો ઇંસ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી છે. આ ફોટામાં તે બિલકુલ દુલ્હનની માફક તૈયાર થયેલી જાેવા મળી રહી છે. પ્રિયા પ્રકાશે લાલ રંગનો લેંઘો પહેર્યો છે. ડીપ ચોલી સાથે હેવી જ્વેલરી પહેરેલી જાેવા મળી રહી છે. આ ફોટામાં તે એકદમ સુંદર લાગી રહી છે.
તમને જણાવી દઇએ કે પ્રિયા પ્રકાશ વોરિયર તેલુગૂ ફિલ્મોમાં પગલાં માંડી ચૂકી છે. તે ફિલ્મ ‘ચેક’ માં જાેવા મળી હતી. આ ફિલ્મ સસ્પેંસથી ભરપૂર છે.
આ ફિલ્મમાં પ્રિયા સાથે રકુલ પ્રીત અને નિતિન મહત્વપૂર્ણ ભૂમિકામાં જાેવા મળ્યા હતા. થોડા દિવસો પહેલાં ‘ચેક’ ફિલ્મના શૂટિંગ દરમિયના તેમનો એક વીડિયો જાેરદાર વાયરલ થયો હતો, જેમાં પ્રિયા પ્રકાશ વોરિયર દોડતી આવીને નિતિનની પીઠ પર ચઢી જાય છે અને ત્યારે તેઅમ્ની સાથે અકસ્માત થઇ જાય છે. જાેકે પ્રિયા વીડિયોમાં પોતાનું સંતુલન ગુમાવતાં જાેવા મળે છે. પ્રિયા પ્રકાશ વોરિયર આ પહેલાં મલિયાલમ ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોઝમાં કામ કરી ચૂકી છે.SSS