Western Times News

Gujarati News

આણંદમાં ડૉક્ટર, વકીલ અને ફોટોગ્રાફરે યુવતીને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યું

Files Photo

આણંદ, રાજ્યમાં મહિલા અને યુવતીઓ સુરક્ષિત હોવાના દાવાઓ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવે છે. પણ આ દાવાઓ પોકળ શાબિત થઇ રહ્યા છે. અવાર નવાર બળાત્કાર અને છેડતી જેવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે આણંદ જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ નહીં પણ ત્રણ લોકોએ એક યુવતીને બ્લેકમેઈલ કરીને તેની સાથે અવાર નવાર દુષ્કર્મ કર્યું હતું.

આ ત્રણ નરાધમોમાં એક ડૉક્ટર, એક ફોટોગ્રાફર અને એક વકીલનો સમાવેશ થાય છે. આ મામલે કંટાળીને અંતે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ડૉક્ટર, વકીલ અને ફોટોગ્રાફરની પોલીસે ધરપકડ કરી છે.

રિપોર્ટ અનુસાર આણંદ જિલ્લાના એક ગામમાં રહેતી યુવતી ચાર વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં ગઈ હતી. લગ્ન પ્રસંગમાં તેની ઓળખાણ સંદીપ ચંદ્રશેખર નામના એક ફોટોગ્રાફર સાથે થઇ હતી. સંદીપ આણંદનો રહેવાસી છે.

સંદીપનો યુવતી સાથે પરિચાર થયા બાદ એક વખત યુવતીનો અકસ્માત થયો હતો. તે સમયે સંદીપે યુવતીને ૮ હજાર રૂપિયાની મદદ કરી હતી. પૈસાની મદદ કર્યા પછી સંદીપને જાણવા મળ્યું હતું કે, યુવતીને અન્યની સાથે સંબંધ છે. તેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો.

આ ઝઘડા બાદ સંદીપે યુવતી પાસેથી ૮ હજાર રૂપિયાની માંગણી કરી હતી. તેથી સંદીપની સાથે યુવતીએ મિત્રતા તોડી નાંખી હતી. યુવતી સંદીપને બોલાવતી ન હોવા છતાં પણ સંદીપ અવાર નવાર યુવતીનો પીછો કરીને તેને હેરાન કરતો હતો. ત્યારબાદ એક દિવસ યુવતીના મોબાઈલ પર અમદાવાદના એડવોકેટ પ્રદ્યુમન ગોહિલ નામના વ્યક્તિનો ફોન આવ્યો અને વકીલે યુવતીને જાેબની ઓફર કરી હતી.

આ કોલ બાદ વકીલની સાથે યુવતીની મિત્રતા બંધાઈ હતી. તેથી એક દિવસ યુવતીએ વકીલ પ્રદ્યુમનને જણાવ્યું કે તેને સંદીપ નામનો ઇસમ પૈસાની માંગણી કરીને હેરાન કરે છે. તેથી વકીલે સંદીપને કોન્ફરન્સમાં લઇને તે યુવતીના પૈસા આપી દેશે તેવું જણાવ્યું હતું. પછી એક દિવસ વકીલે યુવતીને ફોન કરીને કહ્યું તેને સંદીપને પૈસા આપી દીધા છે હવે તારે મને મળવું જાેઈએ. તેથી વકીલે યુવતીને મળવા હોટેલમાં બોલાવી.

જ્યારે યુવતી હોટેલમાં વકીલને મળવા ગઈ ત્યારે તેને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યારબાદ આ ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો હતો. પછી બીજી વખત વકીલે યુવતીને હોટેલમાં બોલાવી પણ યુવતીએ ના કહેતા વકીલે વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી.

તેથી યુવતી ડરના કારણે હોટેલમાં ગઈ હોટેલમાં વકીલે યુવતીના બીભત્સ ફોટા પડ્યા અને ત્યારબાદ હોટેલના રૂમના બાથરૂમમાંથી બહાર નીકળીને સંદીપ પણ યુવતીનો વીડિયો ઉતારવા લાગ્યો હતો. સંદીપને રૂમમાં જાેઈને યુવતી ત્યાંથી ભાગી ગઈ હતી. આ ઘટના બાદ સંદીપ પણ યુવતીને પોતાના ઘરે બોલાવીને બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ આચરતો હતો.

આ બે નરાધમો તો યુવતીને હેરાન પરેશાન કરતા જ હતા પણ એક દિવસ યુવતી તેની માતાને વ્હેરા ગામના સરકારી દવાખાને લઇ ગઈ. જ્યાં ડૉક્ટર મેહુલ પ્રજાપતિએ યુવતીનો મોબાઈલ નંબર લીધો અને પછી યુવતીને મેસેજ કર્યો. પછી યુવતીએ આ નંબર બ્લોક કર્યો. તો ડૉકટરે પણ યુવતીના બીભત્સ ફોટા બતાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ડૉકટરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એક રૂમમાં યુવતીને બોલાવી ત્યાં જ દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના બાદ યુવતીએ સમગ્ર મામલે આણંદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતો. તેથી પોલીસે ગણતરીને કલાકોમાં જ આરોપી વકીલ પ્રદ્યુમનસિંહ, ફોટોગ્રાફર સંદીપ અને ડૉક્ટર મેહુલ પ્રજાપતિ સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.