Western Times News

Gujarati News

ગાંધીનગરના હડમતીયા ગામે મિત્રો વચ્ચે ડખો થતા ફાયરિંગ: બિલ્ડરનું મોત

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગાંધીનગરના સરગાસણ નજીક આવેલા હડમતીયા ગામમાં શુક્રવારે મોડી રાત્રે ફાર્મહાઉસ પર ભેગાં થયેલા મિત્રો વચ્ચે કોઇ મામલે ડખો થતાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું. આ ફાયરિંગમાં જમીન લે-વેચનો ધંધો કરનાર પ્રવિણ માણિયા નામના વ્યક્તિની હત્યા કરી દેવાઇ છે.

મહત્વનું છે કે, પ્રવીણ માણિયા કાૅંગ્રેસમાંથી ભાવનગર વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં. સરગાસણ નજીક હડમતીયા ગામમાં આવેલા ‘સામ્રાજ્ય’ ફાર્મ હાઉસ ખાતે ફાયરિંગની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

શુક્રવારે મોડી રાત્રે આ ફાયરિંગમાં બિલ્ડરનું મર્ડર થઇ ગયું છે. બિલ્ડર પ્રવીણ માણિયા કાૅંગ્રેસમાંથી ભાવનગર વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં. ગાંધીનગરમાં પાસના આગેવાનો જ્યાં ભેગાં થતાં, મિડિયા બ્રિંફિંગ કરતા એ જ ફાર્મ હાઉસમાં આ ફાયરિંગ થયું અને તેના માલિકની હત્યા થઈ ગઇ. એક રાઉન્ડ ફાયરિંગ કરીને પ્રવીણ માણિયાને મોતને ઘાટ ઉતારી દેવાયો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.