Western Times News

Gujarati News

PCR વાનમાં પોલીસકર્મી નગ્ન અવસ્થામાં યુવતી સાથે ઝડપાયો

રાજકોટ, રાજકોટ ગ્રામ્ય પોલીસનો વિડીયો વાઇરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જિલ્લાના શાપર–વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવતા જમાદાર અશ્વિન મકવાણા પોલીસની વેનમાં જ એક યુવતી સાથે કઢંગી અને પીધેલી હાલતમાં રંગરલીયા મનાવતા પકડાઇ જતા ભારે ચકચાર જાગી છે.

જમાદાર તેની કુટુંબીક સાળી સાથે પોલીસની વેનમાં જ ઢોલરા રોડ પર મદમસ્ત હતો એ સમયે જ આવી ચડેલા રાહદારીઓએ જમાદારના રંગમાં ભંગ પાડીને ભાંડાફોડ કર્યો હતો, તેમ જણાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે વાયરલ વીડિયોના દાવા મુજબ, અશ્વિન મકવાણા શાપર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

સરકારી વ્હીકલ લઇને તપાસના નામે નીકળી ગયો હતો એ દરમિયાન ઢોલરા રોડ ઉપર પોલીસ વેનમાં કંઇક અજુગતુ થતુ હોવાની ત્યાથી નીકળતા રાહદારીઓના ધ્યાને આવ્યુ હતુ. લોકો વેન પાસે દોડી ગયા હતા. નજર કરતા અંદર અશ્વિન મકવાણા નામનો જમાદાર અર્ધનગન અવસ્થામાં હતો સાથે એક યુવતી પણ હતી. તેને લોકોએ મોબાઇલમાં કઢંગી હાલતના દ્રશ્યો તેમજ વિડીયો શૂંટીગ કરી લીધુ હતુ.

જમાદારની આ કઢંગી હાલત અંગે શાપર પોલીસને જાણ થતા પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો. અર્ધનગ્ન હાલતમાં રહેલા જમાદારને કપડા પહેરાવી શાપર પોલીસ મથકે લઇ જવાયો હતો. આજની બનેલી આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયુવેગે પ્રસરી ગયો હતો. જે અંગે એસપીએ તાત્કાલીક તપાસના આદેશો છોડયા હતા. જાણવા મળ્યા મુજબ અશ્વિન આજે ઇન્વેની ફરજમાં હતો એ દરમિયાન તપાસના નામે સરકારી વ્હીકલ લઇ ગયો હતો.

એક વીડિયોમાં તો પોલીસકર્મી અર્ધનગ્ન અવસ્થામાં જાેવા મળી રહ્યો છે, જે દર્શાવી શકાય તેમ પણ નથી. નશા ખોર હાલતમાં રહેલા અશ્વિન સામે પ્રોહિબીશન એકટ તેમજ સરકારી વ્હીકલનો દૂર ઉપયોગ કરવો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે અને સંભવત સાંજ સુધીમાં જમાદાર સસ્પેન્ડ થઇ જાય તેવુ જાણવા મળે છે. સાથે રહેલી યુવતી સાથે પાંચ વર્ષથી સંબંધ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.