ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેનની વરણી
ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ જામશે. કારણ કે ભાજપ તરફથી જેઠા ભરવાડે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ હવે કોંગ્રેસએ પણ ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ તરફથી અનિલ જાેશીયારાએ ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.
આથી હવે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે તે નિશ્ચિત બન્યું છે. અનિલ જાેષીયારાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ‘અમે અધ્યક્ષ તરીકે ડૉક્ટર નીમાબેન આચાર્યના નામ પર સહમતિ આપી છે. પરંતુ ઉપાધ્યક્ષ પદ માટે અમારા ઉમેદવાર અનિલ જાેષીયારાએ ફોર્મ ભર્યું છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની વરણી થઇ છે. આગામી સપ્તાહે મળનારા વિધાનસભાના ચોમાસુ સત્રને અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષના ફોર્મ ભરવામાં આવ્યાં. ભાજપ તરફથી અધ્યક્ષ પદ માટે ડૉ. નીમાબેન આચાર્ય તેમજ ઉપાધ્યક્ષ પદ માટે જેઠા ભરવાડે ફોર્મ ભર્યું છે.
ચૂંટણીમાં વિપક્ષ કોંગ્રેસે પરંપરા મુજબ તેમના ઉમેદવાર ઉભા ન રાખ્યાં. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી તેમજ શાસક પક્ષના દંડક પંકજ દેસાઇએ નીમાબેન આચાર્ય તેમજ જેઠા ભરવાડનું ઉમેદવારી પત્ર સચિવ ડી.એમ. પટેલને રજૂ કર્યું હતું. સોમવારે વિધાનસભાના ચોમાસુ સત્રમાં અધ્યક્ષ તરીકે નીમાબેન નામની સત્તાવાર જાહેરાત થશે.
વિધાનસભાને પ્રથમ મહિલા અધ્યક્ષ મળવા મુદ્દે રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આ ર્નિણયને કારણે મહિલાઓને સન્માન મળશે. મહિલાઓને આવું સન્માન ઁસ્ મોદી જ આપી શકે. મોદીએ જ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની શરૂઆત કરી હતી.