Western Times News

Gujarati News

હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા કુલ ત્રણ ઈસમો ઝડપાયા

(પ્રતિનિધિ) અંબાજી, જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત-નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ

એ. એસ. આઇ અલ્પેશભાઇ તથા પો. કો ઈશ્વર ભાઈ તથા નથુભાઈ નાઓ હડાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે હડાદ ની સીમમાં ગંજીપાના થી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સદરે જગ્યાએ રેઇડ કરતા ત્રણ ઈસમો ?

(૧) સફિકભાઇ મોહમંદભાઇ જાતે મેમણ (૨) યુનુસભાઇ સુલેમાનભાઇ જાતે મનસુરી (૩) સુરેશભાઇ ચુનાભાઇ જાતે. રાવળ તમામ રહે હડાદ વાળાઓ રોકડ રકમ રૂ,૪૨૫૦/ નો મુદ્દામાલ તથા જુગારના સાહીત્ય સાથે પકડાઈ ગયેલ હોઈ સદરે ઇસમો વિરૂધ્ધ હડાદ પો.સ્ટે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.