Western Times News

Gujarati News

શિક્ષકે લગ્નની લાલચ આપી અપરિણીત યુવતીને બનાવી હવસનો શિકાર

પ્રતિકાત્મક

ગરુડેશ્વર, ગરુડેશ્વર તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકે શિક્ષણ જગત પર લાંછન લાગે એવું કૃત્ય કર્યું છે. એક પુત્રીના પિતા એવા શિક્ષકે કુંવારી અપરિણીત યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો, પોતાનો ધ્યેય સિદ્ધ થતા શિક્ષકે અંતે યુવતીને તરછોડી દેતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગરુડેશ્વર તાલુકાની એક પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સંજય દલપત વસાવાની માતા અને પિતા અપરિણીત યુવતીના ઘરે શિક્ષક પુત્ર માટે લગ્નનો પ્રસ્તાવ લઈને ગયા હતા. સંજય દલપત વસાવાની પત્નીનું મૃત્યુ થયું હતું અને ૧૩ વર્ષની દીકરી હોવા છતાં યુવતીએ લગ્ન માટે હા પાડી દેતા બન્નેના પરિવારની સંમતિથી લગ્ન કરવાનું નક્કી થયું હતું. સબંધ નક્કી થયા પછી શિક્ષક સંજય યુવતીને રાજપીપળા વડીયામાં વૃંદાવન સોસાયટી ખાતે પોતાના ઘેર અવારનવાર લઈ જતો અને યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.

જાે યુવતી વિરોધ કરે તો ધમકી આપતો કે હું તારી સાથે લગ્ન નહીં કરું. યુવતી ગર્ભવતી થઈ તો સંજયે યુવતીને ગર્ભપાત કરાવવાની ગોળીઓ લાવી આપી અને ગાયનેક ડોક્ટરની સલાહથી અન્ય ટ્રિટમેન્ટ પણ કરી હતી.

સંજયે ધીમે ધીમે યુવતી સાથેનો સંપર્ક ઓછો કરી દેતા યુવતીના પરિવારજનોને શંકા જતા યુવતીના પરિવારના સભ્યો જ્યારે સંજય પાસે લગ્નની તારીખ માટે પૂછવા માટે ગયા ત્યારે સંજયે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતીએ ગરુડેશ્વર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંજય દલપત વસાવા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.