રાજકોટની ત્યકતા ઉપર ગોંડલ નજીક વાડીમાં આઠ શખસોનો ગેંગરેપ
રાજકોટ, રાજકોટમાં રહેતી ત્યકતાને રાજકોટનો પરીચીત શખસ પૈસા અપાવવાની લાલચે ગોંડલ લઇ ગયો હતો અને ત્યાં વાડીમાં લઇ જઈ આઠ શખસોએ મુંઢ માર મારી સામુહિક દુષ્કર્મ કરી ગોંડલ યાર્ડ પાસે ઉતારી મુકતા તેણીને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડાઈ છે. શહેરના કોઠારિયા રોડ ઉપર રહેતી ૩૫ વર્ષીય ત્યકતાને રાજકોટમાં રહેતો અને ઇકો કાર ચલાવતો પરીચીતનો શખસ ગુરૂવારે રાત્રે પૈસા અપાવવાની લાલચે ગોંડલ લઇ ગયો હતો.
એક ગેસ્ટહાઉસમાં લઇ ગયો હતો ત્યાં અન્ય સાતેક જેટલા શખસો હતા તેઓ સાથે પરિચિતના શખસે શરીર સંબંધ બાંધવાનું કહેતા તેણીએ ના પાડી દીધી હતી અને ત્યાંથી નીકળી જતા રાત પડી ગઈ હોય, પોલીસ બંદોબસ્ત હોય કરફ્યુમાં ક્યાં જઈશ તેવી બીક દેખાડી ફ્રી મહિલાને તાબે કરી લીધી હતી બાદમાં તેણીને કારમાં બેસાડી ગોંડલ હાઇવેની કોઈ વાડીમાં લઇ જવાઈ હતી અને ત્યાં આઠ જેટલા શખસોએ આખી રાત તેણી સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હતું.
પ્રતિકાર કરતી ત્યકતાને તમામ હવસખોરોએ મુંઢ માર પણ માર્યો હતો સવારે છ વાગ્યા આસપાસ ફ્રી તેણીને ઇકો કારમાં બેસાડી કણસતી હાલતમાં ગોંડલ યાર્ડ પાસે ઉતારી દીધી હતી ત્યાંથી તેણીએ જેતપુર રહેતી તેની બહેનપણીને સઘળી વાત કરતા તેણીએ જેતપુર તેના ઘરે બોલાવી હતી અને ત્યાં જમાડી, આરામ કરાવી સાંજે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડતા ગાયનેક વિભાગમાં તેણીને સારવાર અપાવી હતી.
સામુહિક દુષ્કર્મની ઘટના અંગે પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી ભોગ બનનાર મહિલાના છૂટાછેડા થઇ ગયા હોય તેની દીકરી સાસરે હોવાનું અને પુત્ર તેના પૂર્વ પતિ સથે રહેતો હોવાનું જાણવા મળ્યું છે ગેંગરેપની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.HS