Western Times News

Gujarati News

ટોક્યો મોટર શો 2019માં હોન્ડા ઇલેક્ટ્રિક સ્કૂટર રજૂ કરશે

46મા ટોક્યો મોટર શો 2019માં હોન્ડા એક્ઝિબિશનની સમીક્ષા

ટોક્યો, જાપાન, હોન્ડા મોટર કંપની લિમિટેડએ (Honda motor company) પ્રોડક્શન લાઇનઅપ અને મોટરસાયકલ, ઓટોમોબાઇલ્સ અને પાવર પ્રોડક્ટ્સ તેમજ એનર્જી ટેકનોલોજી કન્સેપ્ટ મોડલ્સનાં આયોજિત પ્રોડક્શનની જાહેરાત કરી હતી, જેને હોન્ડા 46મા ટોક્યો મોટર શો 2019માં પ્રદર્શિત કરવામાં આવશે (પ્રેસ ડેઃ 23-24 ઓક્ટોબર, પબ્લિક ડેઃ 25 ઓક્ટોબરથી 4 નવેમ્બર, 2019).

  • હોન્ડા બૂથની ડિઝાઇનનો વિચાર

હોન્ડા બૂથની ડિઝાઇન વિશેષ પ્રદર્શનોની વિવિધતા ઓફર કરવા બનાવવામાં આવશે, જે “આપણાં જીવનની ક્ષમત, વધારવાનાં આનંદ”ને પ્રસ્તુત કરશે, જેનો અનુભવ લોકોને હોન્ડાનાં ઉત્પાદનો દ્વારા મળી શકે છે અને મુલાકાતીઓને લોકોનાં રોજિંદા જીવનમાં પ્રગતિનો અનુભવ મેળવવા સક્ષમ બનાવી શકે છે, જે હોન્ડા અને એનાં ગ્રાહકો નજીકનાં ભવિષ્યમાં ઊભો કરી શકે છે.

ચાલુ વર્ષનાં હોન્ડાનાં બૂથની ઊડીને આંખે વળગે એવી ખાસિયત મૂવેબલ લાર્જ-સાઇઝ સ્ક્રીન હશે, જેનાં પર વાસ્તવિક રોમાંચ સાથે ઇમેજ પ્રદર્શિત કરવામાં આવશે તેમજ હોન્ડાનાં ઉત્પાદનો અને સેવાઓ સાથે મુલાકાતીઓને વિઝ્યુઅલ અને મૌખિક અનુભવ આપશે. ઉપરાંત બૂથમાં વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ યોજવામાં આવશે, જેમાં બાળકો સહિત સંપૂર્ણ પરિવાર આનંદ માણી શકે છે.

  • સુપર ક્લબ-આધારિત CT125નું વર્લ્ડ ન્યૂ પ્રીમિયર અને ઓલ-ન્યૂ ફિટ

મોટરસાયકલ એક્ઝિબિટમાં દુનિયાભરનાં ગ્રાહકો વચ્ચે અતિ લોકપ્રિય સુપર ક્લબ સીરિઝ પર આધારિત કન્સેપ્ટ મોડલ પર વિકસિત CT125નું વર્લ્ડ પ્રીમિયમ સામેલ હશે. ઉપરાંત બેન્લી ઇઃ બિઝનેસ-યુઝ ઇલેક્ટ્રિક સ્કૂટર, અને ગાયરો ઇઃ ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલ સ્કૂટર, જેનું દુનિયામાં પહેલી વાર પ્રદર્શન થશે. મોટરસાયકલ એક્ઝિબિશનમાં CRF1100L આફ્રિકા ટ્વિન ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન, CRF1100L આફ્રિકા ટ્વિન એડવેન્ચર સ્પોર્ટ્સ ઇએસ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન અને ADV150નું જાપાન પ્રીમિયર પણ સામેલ હશે.

ઓટોમોબાઇલ એક્ઝિબિશન ઓલ-ન્યૂ ફિટનું વર્લ્ડ પ્રીમિયમ તેમજ જાપાન પ્રીમિયર ઓલ-ન્યૂ એકોર્ડ પણ સામેલ હશે, જે વર્ષ 2020ની શરૂઆતમાં વેચાણનો પ્રારંભ થશે. હોન્ડા ડેડિકેટેડ ઇવી મોડલ હોન્ડા ઈનું જાપાન પ્રીમિયર રજૂ કરશે. ઉપરાંત ઓટોમોબાઇલ એક્ઝિબિટમાં અનેક પ્રોડક્શન મોડલ્સ સામેલ હશે, જેમાં ચાલુ વર્ષે ઓક્ટોબરમાં વેચાણ શરૂ થનાર રિફ્રેશ ફ્રીડ, હોન્ડાનું ફ્લેગશિપ સુપર સ્પોર્ટ્સ મોડલ એનએસએક્સ, તેમજ સતત ચાર વર્ષથી જાપાનમાં બેસ્ટ-સેલિંગ મિની-વ્હિકલ એન-બોક્ષ સીરિઝ સામેલ હશે*1.

એનર્જી મેનેજમેન્ટ ટેકનોલોજી સહિત પાવર પ્રોડ્ક્ટસનાં એરિયા માટે એક્ઝિબિટમાં હાઇ-એન્ડ ઓડિયો ઇક્વિપમેન્ટ માટે ખાસ ડિઝાઇન કરેલ પોર્ટેબલ પાવર સોર્સનું કન્સેપ્ટ મોડલ LiB-AID E500 ફોર મ્યુઝિકનું વર્લ્ડ પ્રીમિયમ તેમજ જાપાનીઝ બજારમાં વેચાતાં હોન્ડાનાં પાવર પ્રોડક્ટ્સનાં અનેક પ્રોડક્શન મોડલ સામેલ હશે, જેમાં આઉટબોર્ડ એન્જિન, જનરેટર્સ અને રાઇડિંગ મોવર્સ સામેલ હશે. ઉપરાંત હોન્ડા ઊર્જા સાથે સંબંધિત ટેકનોલોજીઓનું પ્રદર્શન કરશે, જે મોબિલિટી પ્રોડક્ટ્સ અને લોકોનાં રોજિંદા જીવનને જોડશે, જેમાં હોન્ડા મોબાઇલ પાવર પેક સામેલ હશે, જે પોર્ટેબલ અને સ્વેપેબલ બેટરી છે.

  • આપણા જીવનની ક્ષમતા વધારવાનાં આનંદને દર્શાવવા વિશેષ પ્રદર્શન

આ ઉત્પાદનોનાં પ્રદર્શન ઉપરાંત હોન્ડા બૂથ સીબી સીરિઝનાં મોટરસાયકલનાં વેચાણની 60મી વર્ષગાંઠ અને વર્લ્ડ ગ્રાં પ્રિંમાં હોન્ડાની ભાગીદારીની 60મા વર્ષની ઉજવણી કરવામાં આવશે, જે એની મોટરસ્પોર્ટ્સ પ્રવૃત્તિનો ભાગ છે. ઉપરાંત હોન્ડા બૂથ હોન્ડા માટે જ વિશેષ અને વિશિષ્ટ પ્રદર્શનની વિવિધતા રજૂ કરશે, જેમાં મુલાકાતીઓ અનુભવ લઈ શકે અને પર્ફોર્મન્સ અને ડિઝાઇન વિશે જાણકારી મેળવી શકે તેમજ હોન્ડાજેટની વિભાવનાનો વિકાસ સમજી શકે છે.

*1 જાપાન ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશન અને જાપાન મિની વ્હિકલ એસોસિએશન દ્વારા પ્રદાન કરવામાં આવેલા ડેટા પર આધારિત

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.