Western Times News

Gujarati News

ટીવીએસ મોટર કંપનીએ સ્કૂટી પેપ+ મેટ્ટ એડિશન પ્રસ્તુત કરી

પ્રતિકાત્મક

હોસુર, દુનિયામાં ટૂ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સની પ્રતિષ્ઠિત ઉત્પાદક(Two wheeler and three wheeler autobile manufacturer)  ટીવીએસ મોટર (TVS Motor company) કંપનીએ ટીવીએસ સ્કૂટીપેપ+ માટેની મેટ્ટ એડિશનનાં બે નવા આકર્ષક કલર – કોરલ મેટ્ટ અને એક્વા મેટ્ટ પ્રસ્તુત કર્યા છે. સ્કૂટર 3ડી એમ્બ્લેમ, ફ્રેશ ગ્રાફિક્સ અને પ્રીમિયમ ટેક્સ્ચર્ડ સીટ પણ ધરાવે છે, જે આકર્ષક લૂક આપે છે.

ટીવીએસ સ્કૂટી ભારતની આઇકોનિક ઓટોમોટિવ બ્રાન્ડ છે. સ્કૂટર વર્ષ 2019માં એના 25મા વર્ષની ઉજવણી (25 years celebration) કરી છે. આ સીમાચિહ્નરૂપ સફળતા ગુણવત્તા અને લક્ષિત ગ્રૂપ – યુવાન ભારતીય મહિલા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે પ્રોડક્ટની આકર્ષક રેન્જ દ્વારા શક્ય બની છે. ગ્રાહક સાથે આ જોડાણે ટીવીએસ સ્કૂટીને ભારતમાં ફિમેલ મોબિલિટીનું female mobility પર્યાય બનાવી દીધું છે. એનાં ગ્રાહકની જરૂરિયાતમાં ફેરફારને ટીવીએસ સ્કૂટી દરેક પગલે પૂર્ણ કરે છે.

ટીવીએસ સ્કૂટી પેપ+ ભારતનું નંબર 1 ઇકોનોમિકલ સ્કૂટર છે, જે 87.7 સીસી, એર-કૂલ્ડ સિંગલ સીલિન્ડર ઇકોથ્રસ્ટ એન્જિન ધરાવે છે, જે 4.9 PS પાવર અને 5.8 Nm ટોર્ક ડેવલપ કરે છે, ઇકોથ્રસ્ટ એન્જિન ગ્રાહકોને લાંબા ગાળા સુધી, સરળ અને સુવિધાજનક સવારી સુનિશ્ચિત કરે છે.

શ્રેષ્ઠ ગ્રાઉન્ડ રિચેબિલિટી અને ટેલીસ્કોપિક સસ્પેન્શન સાથે બમ્પી રાઇડ સુવિધાજનક બનાવતું ટીવીએસ સ્કૂટી પેપ+ શ્રેષ્ઠ, સરળ અને સુવિધાજનક સવારીની ખાતરી આપે છે. ટીવીએસ સ્કૂટી પેપ+ મોબાઇલ ચાર્જર સોકેટ, સાઇડ સ્ટેન્ડ એલાર્મ, અંડર-સીટ સ્ટોરેજ હૂક્સ, DRLs, ઓપન ગ્લોવ બોક્ષ અને ટીવીએસની પેટન્ટ ધરાવતી ‘ઇઝી’ સ્ટેન્ડ ટેકનોલોજી સાથે સજ્જ છે, જે સેન્ટર સ્ટેન્ડ પર વાહનને રાખવાનાં પ્રયાસમાં 30 ટકા સુધીનો ઘટાડો કરે છે.

રૂ. Rs 43,771 (એક્સ-શોરૂમ, દિલ્હી)ની કિંમત ધરાવતું ટીવીએસ સ્કૂટી પેપ+ સાત કલરની થીમ સાથે ગ રાહકોને કલર થીમની રેન્જ પ્રદાન કરે છે. adfactors pr


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.