Western Times News

Gujarati News

મ્યુનિ. દ્વારા કામના નાણાં ન ચૂકવાતા કોન્ટ્રાકટરો હડતાળ પાડવામાં મૂડમાં

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા મધ્યઝોનમાં મેઈન્ટેનન્સના કામો કરતા કોન્ટ્રાકટરોને છેલ્લા દસેક મહિનાથી પેમેન્ટ ચુકવવામાં ન આવતા દિવાળીના તહેવારો ટાણે કોન્ટ્રાકટરો રોષે ભરાયા છે. અને જાે વહેલીતકે નાણાં ચુકવવામાં નહી આવે તો હડતાળ પાડવાના મુડમાં હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી, ગટર પથ્થરો નાખવા બ્લોક પેબીગ તથા અન્ય નાના નાના કામો કરવા કોન્ટ્રાકટ આપવામાં આવે છે. આ જ પ્રમાણે શહેરના મધ્યઝોનમાં મેઈન્ટેનન્સના કામો કરવા કોન્ટ્રાકટરોને કામ સોંપવામાં આવ્યા હતા.

જાન્યુઆરી ર૦ર૧થી કોન્ટ્રાકટરોએ પાણી, ગટર લાઈન, પથ્થર અને બ્લોક પેવીગ સહિતના કામો કર્યા હતા. જેના બિલ પણ તેઓએ કોર્પોરેશનમાં મુકી દીધા છે. પરંતુ આજદીન સુધી આ બિલના રૂા.૮ કરોડ ૪૦ લાખની ચુકવણી ન કરાતા કોન્ટ્રાકટરોની હાલત દિવાળી ટાણે કફોડી બની ગઈ છે.

આ અંગે શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતા અતિક સૈયદ નામના વકીલે જણાવ્યું છે છકે, મ્યુનિસીપલ કોર્પોરેશને કોન્ટ્રાકટરોને પેમેન્ટ ન ચુકવતા પ્રાથમીક સુવિધાના કામોમાં તેની અસર પડી રહી છે. કોન્ટ્રાકટરો નવા કામ કરવા તૈયાર થતા નથી પરીણામે પ્રજાને તેનો ભોગ બનવું પડે છે. અમારી જાણ મુજબ જાે કોન્ટ્રાકટરોને વહેલીતકે ચુકવણી કરવામાં નહી આવે તો તેઓ હડતાળ પાડવાની વિચારણા કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.