Western Times News

Gujarati News

મુલદ ચોકડી નજીક વાહનની અડફેટે દીપડાનું મોત

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા ની મુલદ ચોકડી પાસે નેશનલ હાઇવે પર દીપડો અજાણ્યા વાહન ની અડફેટમાં આવી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો.ઘાયલ દીપડા નું વનવિભાગ ની ટીમ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જાે કે સારવાર દરમ્યાન દીપડા નું મોત નીપજ્યું હતું.

ઝઘડીયા તાલુકાના મુલદ થી ભરૂચ વચ્ચે નેશનલ હાઈવે નંબર ૪૮ પર મુલદ ચોકડી નજીક મોડી સાંજ ના અરસામાં મુલદ ગામની સીમ માંથી નેશનલ હાઇવે પર દિપડો ક્રોસ કરી રહ્યો હતો.તે દરમ્યાન અજાણ્યા વાહન ની અડફેટે માં આવી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો જાે કે લોકો એ આ ઘટના જાેતા તાત્કાલિક ઝઘડિયા વનવિભાગ ને જાણ કરતા વનવિભાગની ટીમ આવી પહોંચી હતી.

ઘાયલ દીપડા અંગે ની જાણ થતા અંકલેશ્વર વનવિભાગ ની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘાયલ દીપડા સલામત રીતે રેસ્ક્યુ કરી પાંજરે પુરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.જાે કે ગંભીર રીતે ઘયલ દીપડા નું સારવાર દરમ્યાંન મોત નીપજ્યું હતું.આ ઘટનાના પગલે નેશનલ હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.