કુબેરનગરમાં ગોવા ફરીને આવેલા યુવકે ગળાફાંસો ખાધો
અમદાવાદ, દિવાળી વેકેશનમાં મિત્રો સાથે ગોવા ફરવા માટે ગયેલા યુવકને સપનામાં પણ ખ્યાલ હતો નહીં કે તેનાં જીવનની આ છેલ્લી ટ્રીપ હશે. મિત્રો સાથે મોજ મસ્તી કરીને આવેલા યુવકે બીજા દિવસે સવારે તેના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે પરંતુ પ્રેમ પ્રકરણને કારણે યુવકે આપઘાત કર્યાે હોય તેવી સ્થાનિકોમાં ચર્ચા છે ત્યારે ક્રિકેટ સટ્ટામાં પણ તે હારી જવાના કારણે તેણે આપઘાત કર્યાે હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે. હાલ પોલીસે બંને દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે જ્યારે આવનારા દિવસોમાં યુવકનાં રહસ્યમય મોતનો ભાંડો ફૂટે તેવી શક્યતા છે.
કુબેરનગર વિસ્તારમાં વિનય બગિયા તેના પરિવાર સાથે રહે છે અને દિવાળી વેકેશન હોવાના કારણે તે પોતાના મિત્રો સાથે ગોવાની ટૂર ઉપર ગયો હતો. ગોવામાં મિત્રો સાથે મોજ મસ્તી કરી, બોટિંગની મજા કરી હતી. મોજ મસ્તી કરીને વિનય તારીખ ૧૨ના રોજ તેના ઘરે પરત આવ્યો હતો.
સવારે જ્યારે વિનય ઊઠ્યો નહીં ત્યારે તેના પરિવારજનો તેને ઊઠાડવા માટે ગયા. વિનયે ઘરનો દરવાજાે નહીં ખોલતાં ઘરના સભ્યોએ દરવાજાે ખોલ્યો હતો. દરવાજાે ખોલતાંની સાથે જ વિનય પંખે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. વિનયે મોડી રાત્રે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ આખા કુબેરનગર વિસ્તારમાં થતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી. જેમાં પ્રેમ પ્રકરણને કારણે વિનયે આપઘાત કર્યાે તેવી ચર્ચા શરૂ થઈ હતી બાદમાં ક્રિકેટ મેચમાં તે દસ લાખ રૂપિયા હારી જવાના કારણે તેણે આપઘાત કર્યાે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.
સરદારનગર પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં તે તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો જ્યારે વિનયની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસે પ્રેમ પ્રેકરણમાં આપઘાત કર્યાે હોય તે થિયરી પર તપાસ શરૂ કરી છે. વિનયનો આઈ ફોન પણ જમા લીધો છે.
આઈફોન ખૂલતાંની સાથે જ તેના આપઘાતનુ કારણ સામે આવે તેવી શક્યતા છે. વિનયે છેલ્લે કોની સાથે વાત કરી અને તેના અચાનક આપઘાત કરવાનું કારણ શું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.