Western Times News

Gujarati News

ક્રિષ્નાનગરમાં સાત વર્ષીય બાળકી સાથે પાડોશીએ અડપલાં કર્યા

પોલીસે આરોપીની અટક કરીઃ બાળકી પોતાની મોટી બહેનને શોધવા નીકળી હતી

અમદાવાદ: શહેરનાં શાહીબાગ વિસ્તારમાં પિતરાઈભાઈ દ્વારા જ ગર્ભવતી બનીને સગીરાએ બાળકને જન્મ આપ્યોનો કિસ્સો શમ્યો નથી ત્યા જ ક્રિષ્ણાનગરમા નાની બાળકી સાથે છેડી કરવાનો ઘટના બહાર આવતાં ચકચાર મચી છે. મોટી બહેનને બોલાવવા ગયેલી સાત વર્ષીય બાળકીને પડોશીને ધાબા પર લઈ જઈ કપડા ઉતારી અડપલા કરવાનો આક્ષેપ બાળકીની માતાએ કર્યો છે.

નરોડાનાં મનોહરવિલા નજીક આવેલી સરકારી આવાસમા પતિ અને ત્રણ બાળકો સાથે રહેતી મહિલાએ આ ફરીયાદ નોધાવી છે તેમને ૧૧ વર્ષની તેમજ સાત વર્ષની બે દિકરીઓ અને તેમનાથી નાનો ર વર્ષનો દિકરો છે નવરાત્રી શરૂ થઈ હોવાથી સોમવારે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ પાડોશમા રહેતા અજયગીરી ગોસ્વામી નામનો વ્યક્તિની પુત્રી બંને બહેનોને બોલાવવા આવી હતી આરતી પતિ ગયા બાદ નાની દિકરી એકલી પરત ફરતા માતાએ તેને મોટી બહેનને બોલાવી લાવવા જણાવ્યુ હતુ

જેથી સાત વર્ષીય માસુમ બાળકી અજયગીરીના ઘરે મોટી બહેનને શોધવા જતા તેણે મોટી બહેન ધાબા ઉપર હોવાનું જણાવ્યુ હતુ બાદમાં ધાબા ઉપર કોઈન હોય અજયગીરીએ માસુમ બાળકીના કપડા ઉતારી અડપલાં કરતા તે ગભરાઈ ગઈ હતી અને બુમાબુમ કરી રડતા રડતા નીચે આવી ગઈ હતી રડતી આવેલી પોતાની પુત્રીને જાઈ માતાએ તેની પુછપરછ કરતા બાળકીએ સમગ્ર ઘટના જણાવતા માતા ચોકી ઉઠી હતા બાદમા પોતાના પરીવારના સભ્યોને જણાવ્યા બાદ અજયગીરી સાથે ઝઘડો કરીને પોલીસને જાણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.