જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાનની બહેનના લગ્ન કરાવ્યા
નવી દિલ્હી, કાશ્મીરના ખુબ જ સંવેદનશીલ અને આતંકગ્રસ્ત પુલવામા જિલ્લાના લેથપુરા સ્થિત ૧૧૦ બટાલિયન સીઆરપીએફમાં તૈનાતી દરમિયાન સિપાઈ શૈલેન્દ્ર પ્રતાપ સિંહે આતંકવાદીઓ વિરુદ્ધ કમાન સંભાળતા ૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.
જવાન શૈલેન્દ્ર તો બલિદાન આપીને અમર થઈ ગયા પરંતુ તેમની ફોર્સના અન્ય સાથીઓએ હાલમાં જ પોતાની એક મોટી જવાબદારી ખુબ સારી રીતે નિભાવીને ઉત્કૃષ્ટ મિસાલ કાયમ કરી.
હકીકતમાં રાયબરેલીના અમર સપૂત શહીદ શૈલેન્દ્ર પ્રતાપ સિંહની બહેન જ્યોતિના લગ્નનો કાર્યક્રમ ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ રાયબરેલી સ્થિત તેમના ઘરે સંપન્ન થયો. લગ્ન સમારોહમાં ઉપસ્થિત તમામ માટે એક ક્ષણ એવી ભાવુક કરનારી સાબિત થઈ કે જ્યારે શહીદની બહેનના લગ્નમાં CRPFના જવાનો અને અધિકારીઓએ પહોંચીને રસ્મોમાં હાજર રહી જવાબદારી નિભાવી.
તમામએ સગા ભાઈની જેમ બહેનને પોતાના આશીર્વાદ આપ્યા. સીઆરપીએફના જવાનોએ બહેનને ઉપહાર આપ્યા અને ફૂલોની ચાદર લઈને બહેનને સ્ટેજ સુધી લઈ ગયા અને તેમણે જ બહેન જ્યોતિને વિદાય આપી.SSS