Western Times News

Gujarati News

પનામા પેપર્સ મામલે ઐશ્વર્યા રાયની EDએ 7 કલાક સુધી પૂછપરછ કરી

નવી દિલ્હી, પનામા પેપર્સ મામલામાં બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાયની પૂછપરછ પુરી થઈ ગઈ છે. EDએ સોમવારે તેમની દિલ્હીના લોકનાયક ભવનમાં લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ EDના અધિકારી એશ્વર્યા માટે સવાલોની લિસ્ટ પહેલેથી તૈયાર કરી ચુક્યા હતા. તેઓ સાંજે 7:30 વાગ્યે ED ઓફિસથી રવાના થયા.

પનામા પેપર્સ મામલે ભારતના લગભગ 500 લોકો સામેલ થવાની વાત સામે આવી હતી. જેમાં નેતા, અભિનેતા, ખેલાડી, બિઝનેસમેન દરેક વર્ગના પ્રમુખ લોકોના નામ છે. આ લોકો સામે ટેક્સમાં ગોટાળો કરવાનો આરોપ છે, જેને લઈને ટેક્સ ઓથોરિટી તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.