Western Times News

Gujarati News

હજીરામાં બાળકી પર રેપ કરનાર આરોપીને આજીવન કેદ

પ્રતિકાત્મક

સુરત, હજીરામાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારા નરાધમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના હજીરા વિસ્તારમાં ૪ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવાના કેસમાં દોષિતને આજે સજા ફટકારવામાં આવી છે. સરકારી વકીલે દોષિત સુજીત સાકેતને ફાંસીની સજાની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ૩૦ એપ્રિલના રોજ સુજીતે બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ મોતને ઘાટ ઉતારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત ૩૦ એપ્રિલ હજીરા ગામમાં પાંચ વર્ષની બાળાનું અપહરણ કરીને તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરીને તેણીની કરપીણ હત્યા મામલે ચુકાદો આવ્યો છે. જેમાં કોર્ટ દ્વારા આરોપી સુજીત સાકેતને આજીવન કેદ અને ૧ લાખ રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી છે.

દુષ્કર્મની ઘટના બહાર ન આવે તે માટે સુજીતે માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ માથામાં ઇંટ મારીને કરપીણ હત્યા કરી નાંખી હતી. વકીલે જણાવ્યું કે, બાળકી સાથે બદકામ કરનારા આરોપીને કોર્ટે ગંભીર ગણીને જીવનપર્યંત જેલવાસની સજા ફટકારી છે. સાથે જ પીડિતાના પરિવારને ૨૦ લાખનું વળતર આપવામાં આવશે.

આ ઘટના અગાઉ પણ આરોપીએ એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જાે કે એ બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર કર્યો હતો. જેથી તે બચી ગઈ હતી. પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ હતું. જેથી તેને કેપિટલ પનિશમેન્ટની સજા થાય તેવી માગ કરી હતી.

જાે કે કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. આઠ મહીના પહેલા શહેરના હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ૪ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની ૨૭ વર્ષીય સુજીત સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો. આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો. જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.