Western Times News

Gujarati News

વિશ્વના સૌથી ભ્રષ્ટ લોકોમાં અફઘાન ગનીનો સમાવેશ

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીને ૨૦૨૧ના સૌથી ભ્રષ્ટ લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, અશરફ ગની આ ઉપાધિના હકદાર છે કારણ કે, તેમણે પોતાના લોકોને દુખ સહન કરવા અને મરવા માટે છોડી દીધા. ઓસીસીઆરપીના સહ સંસ્થાપક ડૂ સુલિવને જણાવ્યું કે, અશરફ ગનીને આ ઉપાધિ તેમના ભ્રષ્ટાચાર અને અયોગ્યતા માટે આપવામાં આવી છે. ઓસીસીઆરપી સમગ્ર વિશ્વના સ્વતંત્ર મીડિયા આઉટલેટ્‌સ માટે એક બિનનફાકારી સંશોધનાત્મક સમાચાર રિપોર્ટિંગ પ્લેટફોર્મ છે.

ઓસીસીઆરપીની યાદીમાં બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડ્ર લુકાશેંકો ટોચ પર છે. તે સિવાય સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ, તુર્કીના રેસિપ તૈયપ એર્દોગન અને ઓસ્ટ્રિયાના પૂર્વ ચાન્સેલર સેબેસ્ટિયન કુર્જ પણ ભ્રષ્ટ લોકોની યાદીમાં સામેલ છે.

કુલ ૬ પત્રકારોની પેનલના રિપોર્ટ પ્રમાણે બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડ્ર લુકાશેંકો પર ચૂંટણીમાં ધાંધલી, ટીકાકારોને હેરાનગતિ પહોંચાડવી જેવા આરોપો છે. જ્યારે બશર અલ-અસદે સીરિયાને એક વિનાશકારી યુદ્ધમાં હોમી દીધું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.