Western Times News

Gujarati News

લકવાગ્રસ્ત ઓસ્ટ્રેલિયને મગજથી પહેલો મેસેજ લખ્યો

સિડની, ઓસ્ટ્રેલિયામાં એક લકવાગ્રસ્ત દર્દીએ પોતાના હાથોનો ઉપયોગ કર્યા વગર, બોલ્યા વગર અને શરીર હલાવ્યા વગર પહેલી વખત પોતાનો એક મેસેજ લખ્યો છે. તેમણે આ મેસેજ ટિ્‌વટર પર પણ શેર કર્યો છે જેને જાેઈ સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે.

આ લકવાગ્રસ્ત દર્દીનું નામ ફિલિપ ઓ’કીફ છે અને તેમની ઉંમર ૬૨ વર્ષ છે. તેમણે ટિ્‌વટમાં લખ્યું હતું કે, “હેલ્લો, દુનિયા! નાની ટિ્‌વટ, મોટું અચિવમેન્ટ.” ફિલિપ ઓ’કીફે આ ટિ્‌વટ સિંક્રોન કંપનીના સીઈઓ થોમસ ઓક્સલીના ટિ્‌વટર હેન્ડલ પરથી કરી હતી. આ સાથે જ ફિલિપ ઓ’કીફે ડોક્ટર્સનો ‘મગજમાં પેપરક્લિપના પ્રત્યાર્પણ માટે’ આભાર માન્યો હતો.

સિંક્રોન કંપનીએ તેમના મગજમાં માઈક્રોચિપ ઈમ્પ્લાન્ટ કરીને તેમને પોતાના વિચારોને શબ્દોમાં બદલવાનો પાવર આપ્યો છે. ફિલિપના મગજમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવેલી માઈક્રોચિપ મસ્તિષ્કના સંકેતોને વાંચે છે. બાદમાં તે સંકેતોનું વિશ્લેષણ કરે છે અને મસ્તિષ્કના નિર્દેશને સમજીને તેને શબ્દોમાં બદલે છે.

ફિલિપે આ પ્રણાલીને ખૂબ જ આશ્ચર્યજનક ગણાવી છે. તેમના કહેવા પ્રમાણે જ્યારે તેમણે પહેલી વખત આ તકનીક અંગે સાંભળ્યું ત્યારે તેમને ખૂબ જ આનંદ થયો હતો. તેનાથી તેમને અંદાજાે આવી ગયો કે, તેમનું કામ કેટલું સરળ બની જશે.

તેમના કહેવા પ્રમાણે તેમના માટે આ બાઈક ચલાવતા શીખવા જેવો જ અનુભવ છે. આ માટે ખૂબ પ્રેક્ટિસની જરૂર પડે છે. પરંતુ એક વખત તમે જ્યારે આ સમજી લો છો તો તમારા માટે આ તકનીક ખૂબ સરળ બની જાય છે અને તમે તેનો આરામથી ઉપયોગ કરી શકો છો.

થોમસ ઓક્સલીએ જણાવ્યું કે, તેમનો ઉદ્દેશ્ય આ તકનીક દ્વારા એવા લોકોને સુવિધા પૂરી પાડવાનો છે જે શારીરિક અને માનસિક અક્ષમતાના કારણે બીજાના સહારે જીવે છે.

આ સાથે જ તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેઓ લોકો માટે થોટ્‌સ દ્વારા કશુંક લખવા કે ટિ્‌વટ કરવાનો રસ્તો સરળ બનાવી શકશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.