Western Times News

Gujarati News

અમદાવાદ સ્ટેશને સેંટ ઝેવિયર્સ કોલેજની ટીમના પ્લાસ્ટીકના વિરૂદ્ધ નુક્કડ નાટક તથા ગરબાની ધૂમ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન (Western Railway Ahmedabad division) ખાતે ઉજવવામાં આવેલ “સ્વચ્છતા એજ સેવા” પખવાડિયા દરમિયાન અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજની (Saint Xavier College, NSS team) એન.એસ.એસ. ટીમ દ્વારા અમદાવાદ સ્ટેશને પ્રવાસીઓમાં (Ahmedabad railway station kalupur) પ્લાસ્ટીકનો ખતરો તથા સ્વચ્છતા અંગે પ્રવાસીઓમાં જાગૃતિ લાવવા સુંદર નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું. આ યુવા ટીમના સભ્યોએ “પ્લાસ્ટીક દાદા” નામના નુક્કડ નાટક દ્વારા પ્લાસ્ટીકથી થઈ રહેલ પર્યાવરણનું નુકસાન તથા તેના બદલે બાયોડીગ્રેડેબલ મટીરીયલથી (Biodegradable Material) બનાવેલ સામગ્રીના પ્રયોગ પર ભાર મૂક્યો.

આ પખવાડિયા દરમિયાન સેંટ ઝેવિયર્સ કોલેજ, દ્રષ્ટિ ફાઉન્ડેશન, મારવાડી યુવા મંચ, એચ.બી. કાપડિયા સ્કૂલ, રીવાયંસ જીઓ, કાળીગામ પ્રાથમિક શાળા તથા સાબરમતી તથા ગાંધીધામના કેન્દ્રીય વિદ્યાલય સહિત કુલ 67 સ્વયં સેવી સંગઠનોએ આ મહાઅભિયાનમાં ભાગ લીધો. તથા 303 રેલ્વે અધિકારીઓએ તેમાં જૂદા જૂદા સ્ટેશનો ખાતે પણ ભાગ લીધો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.