Western Times News

Gujarati News

એપ્રેન્ટીસશિપ નિયમોમાં ફેરફારથી ગુજરાતમાં એપ્રેન્ટીસની ભરતીને વેગ મળશે: વિપુલ મિત્રા

અમદાવાદ: કેન્દ્ર સરકારે એપ્રેન્ટીસશિપના (Central Governement, Aprentisship) નિયમોમાં કરેલા ફેરફારોને પરિણામે ગુજરાતમાં એપ્રેન્ટીસ તરીકેની ભરતીને હજુ વધારે વેગ મળશે તેવુ શ્રમ અને રોજગાર વિભાગના વરિષ્ઠ અધિકારી જણાવે છે.

એપ્રેન્ટિસશિપના નિયમો 1992માં કરાયેલા સુધારાને  તા. 25મી સપટેમ્બર, 2019ના રોજ કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયે  નોટિફાય કર્યા છે.આ ફેરફારોનો ઉદ્દેશ કુશળ માનવબળની ઉપલબ્ધી વધારવાનો તથા એપ્રેન્ટીસને ચૂકવાતાનાણાંકિય વળતરમાં સુધારો કરવાનો છે.

ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રાલયના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા (Additional Chief Secretary, Ministry of Labour and Employment of Gujarat Vipul Mitra) જણાવે છે કે ગુજરાત સમગ્ર દેશમાં એપ્રેન્ટીસને રોજગારી પૂરી પાડવામાં મોખરે છે અને એપ્રેન્ટીશીપના નિયમોમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તેના કારણે વધુ એપ્રેન્ટીસની ભરતીનો માર્ગ મોકળો થશે. શ્રી મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે “ગયા વર્ષે રાજ્યમાં 77,000થી વધુ એપ્રેન્ટીસને રોજગારી પ્રાપ્ત થઈ હતી. જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે. આ વર્ષે અમે એક લાખથી વધુ એપ્રેન્ટીસને રોજગારી આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ”

જોગાનુજોગ, ગુજરાતે સરકારે એપ્રેન્ટીસશીપ અને કૌશલ્ય નિર્માણની જે કામગીરી બજાવી તે બદલ નવી દિલ્હીમાં સોમવારે યોજાયેલી શ્રમ અને રોજગાર મંત્રાલયના પ્રધાનો અને સચિવોની કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા પ્રધાન ડો. મહેન્દ્રનાથ પાંડે અને રાજ્ય કક્ષાના પ્રધાન શ્રી રાજકુમાર સિંઘના હસ્તે શ્રી મિત્રાને પ્રશસ્તી પત્ર એનાયત કરવામાં આયું હતું.

સુધારેલા એપ્રેન્ટીસશીપ રૂલ્સને કારણે એપ્રેન્ટીસની  ભરતી કરવાની મર્યાદા કુલ કર્મચારીઓના 15 ટકા જેટલી કરવામાં આવી છે અને સ્ટાઈપેન્ડની રકમ વધારીને દર મહિને રૂ.9,000 સુધીની કરવામાં આવી છે.

એપ્રેન્ટીસતરીકે નિમણુક આપવાની જવાબદારી ધરાવતા એકમનુ કદ વૈકલ્પિક ધોરણે 40 કામદારોથી ઘટાડીને 30 કામદારો સુધીનુ કરવામાં આવ્યું છે અને એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવાની સંખ્યા 6 હતી તે 4 કરવામાં આવી છે. નવા નિયમો મુજબ ઓછામાં ઓછુ સ્ટાઈપેન્ડની રકમ ધોરણ 5 થી 9 સુધીનો અભ્યાસ કરનારને  દરમહિને રૂ. 5,000રહેશે, જ્યારે ગ્રેજ્યટુએટ અથવા ડીગ્રી ધરાવનારને સ્ટાઈપેન્ડ ઓછામાં ઓછુ રૂ. 9,000 રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.