Western Times News

Gujarati News

કેટરીના વિકીના ભાઈ સની માટે એકદમ કૂલ ભાભી છે

મુંબઈ, બોલિવુડમાં દિયર-ભાભીની ઘણી સુપરકૂલ જાેડીઓ છે અને આ લિસ્ટમાં કેટરીના કૈફ અને સની કૌશલનું નામ પણ જાેડાયું છે. એક્ટ્રેસ ૯ની ડિસેમ્બરે કૌશલ પરિવારની વહુ બની હતી અને દિયર સાથે પહેલાથી જ તેનું સારું બોન્ડિંગ હોવાનું લાગી રહ્યું છે. હાલમાં જ સની કૌશલે ભાઈ વિકી કૌશલના લગ્નમાં પહેરેલા આઉટફિટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં કેટરીનાએ કરેલી કોમેન્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

કેટરીનાની કોમેન્ટ વાંચીને ફેન્સ તેને ક્યૂટ ભાભી કહી રહ્યા છે. તસવીરોમાં સની કૌશલ સ્ટાઈલિશ લૂકમાં જાેવા મળી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરીને એક્ટરે લખ્યું છે ‘રાજાની પોઝ આપો, યોદ્ધાની જેમ તૈયાર થાઓ’.

સનીએ જેવી તસવીરો શેર કરી કે તરત જ કેટરીનાની કોમેન્ટ સામે આવી. તેણે લખ્યું છે ‘વાઈબ હૈ વાઈબ હૈ’. તો સનીએ રિપ્લાયમાં લખ્યું છે ‘ઈસલિયે તો હાઈપ હૈ હાઈપ હૈ. સનીની પોસ્ટ પર કોમેન્ટ જાેઈને ફેન્સે પણ ઉત્સાહ દેખાડ્યો. એક ફેને લખ્યું છે ‘ધારો કે તમારી ભાભી કેટરીના કૈફ છે અને એકદમ દેશી સ્ટાઈલમાં કોમેન્ટ કરી રહી છે’.

અન્ય ફેને કોમેન્ટ કરી છે ‘કેટરીના કૈફ, વાહ પરજાઈજી (ભાભી) ઈન ધ હાઉસ’. એકે લખ્યું છે ‘કેટરીના કૈફ પંજાબી વહુ, વિકી કૌશલે અમારી કેટીને પંજાબી બનાવી દીધી. પરંતુ અમે તમને પ્રેમ કરીએ છીએ. વિકી અને કેટરીનાના લગ્ન રાજસ્થાનમાં ૯મી ડિસેમ્બર, ૨૦૨૧માં શાહી અંદાજમાં થયા હતા.

કેટરીનાનું પરિવારમાં સ્વાગત કરતાં સનીએ ખૂબ સરસ વાત લખી હતી. તેણે ભાઈ-ભાભીની ફેરા ફરતી તસવીર શેર કરીને લખ્યું હતું ‘આજે દિલમાં વધુ એકની જગ્યા બની ગઈ..પરિવારમાં તમારું સ્વાગત છે ભાભી. અદ્દભુત દંપતીને ખૂબ બધો પ્રેમ અને આજીવનભરની ખુશી. સની કૌશલના પ્રોફેશલ ફ્રંટની વાત કરીએ તો, સની કૌશલ ૨૦૨૧માં રિલીઝ થયેલી ફિલ્મ ‘શિદ્દત’માં જાેવા મળ્યો હતો. જેમાં તેની ઓપોઝિટમાં રાધિકા મદન હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.