આ કંપનીએ લોંચ કર્યા નેચરલ એક્ટિવ્સ સાથે કોકોઆ બટર, શીયા બટર, એલોવેરા અને ઓલ સિઝન બોડી લોશન અને સ્કીન ક્રીમ
વાસુ પ્રદાન કરે છે નેચરલ એક્ટિવ્સ સાથે કોકોઆ બટર, શીયા બટર, એલોવેરા અને ઓલ સિઝન બોડી લોશન અને સ્કીન ક્રીમ
વાસુ નેચરલ્સ પ્રિમિયમ વિન્ટર કેર રેન્જ સાથે આ શિયાળામાં તમારી ત્વચાને નિખારો
અમદાવાદ, શિયાળાની ઋતુમાં આપણી ત્વચાને સૌથી વધુ સંભાળ, હાઈડ્રેશન અને પોષણની જરૂરિયાત હોય છે. ઋતુની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અને તેને શુષ્ક તથા ખરાબ થતી અટકાવવા માટે હર્બલ કોસ્મેટિક્સ અને પર્સનલ કેર સેગમેન્ટની અગ્રણી બ્રાન્ડ વાસુ હેલ્થકેરે ઠંડા
તાપમાન દરમિયાન એક હાઈડ્રેટિંગ અને તાજગીસભર અનુભવ મેળવવા માટે વિન્ટર કેર પ્રોડક્ટ્સની સિરીઝ રજૂ કરી છે. કંપનીએ વાસુ નેચરલ્સ બ્રાન્ડ હેઠળ સંપૂર્ણ શરીરની સંભાળ માટે કોકોઆ બટર, શીયા બટર, એલોવેરા અને ઓલ સિઝન જેવા બોડી લોશન અને સ્કીન ક્રીમની સમગ્ર રેન્જ રજૂ કરી છે.
વાસુ નેચરલ્સની વિન્ટર કેર પ્રોડક્ટ્સ શીયા બટર, એલોવેરા, કોકોઆ બટર જેવા નેચરલ એક્ટિવ્સ અને ઓલિવ ઓઈલ, અર્ગન ઓઈલ, વિટામીન ઈ, વિટામીન બીફાઈવ વગેરેથી બનેલી છે. વાસુ નેચરલ્સની પ્રોડ્ક્ટસ એમેઝોન, ફ્લિપકાર્ટ અને તેના સ્ટોર https://www.vasustore.com/ પર ઉપલબ્ધ છે.
વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક તત્વો અને સમૃદ્ધ હર્બલ વસ્તુઓથી મિશ્રિત વાસુ નેચરલ વિન્ટર કેર પ્રોડક્ટ્સ આ ઋતુમાં ચમકદાર અને મોઈશ્ચ્યુરાઈઝ્ડ મુલાયમ ત્વચા માટે સૌથી શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ હોઈ શકે છે.
અમારી પાસે વાસુને વિજ્ઞાન આધારિત, સમસ્યાનું નિરાકરણ લાવનારી, હેડ-ટુ-હીલ બ્રાન્ડના સ્વરૂપે સ્થાપિત કરવાનો દ્રષ્ટિકોણ છે જેમાં પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. અમે વિશ્વભરમાં અમારા ગ્રાહકો માટે સર્વોત્તમ અને નવીનતમ હેલ્થ અને વેલનેસ પ્રોડક્ટ્સ રજૂ કરવાના મિશન પર કામ કરી રહ્યા છીએ.
વાસુ નેચરલ્સની સ્થાપના આયુર્વેદના સમૃદ્ધ વારસાથી પ્રોત્સાહિત અને મજબૂત આરએન્ડડી, આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા સમર્થિત નવી હર્બલ પ્રોડક્ટ્સની રેન્જ રજૂ કરવાના ઉદ્દેશ્યથી થઈ છે. કંપની 50થી વધુ પ્રોડક્ટ્સની સમગ્ર રેન્જ રજૂ કરે છે.
જેમાં ફેસ વોશ, ફેસ માસ્ક, ફેસ સ્ક્રબ, હેન્ડ ક્રીમ, ફૂટ ક્રીમ, ફેસ ક્રીમ, શાવર જેલ, બોડી લોશન, લિપ કેર, સ્કીન ક્રીમ, હેન્ડ સેનિટાઈઝર, ગુલાબ જળ વગેરેનો સમાવેશ થાય છે. વાસુ નેચરલ્સની પ્રોડક્ટ્સ પેરાબિન-મુક્ત, ફોર્મલાડેહાઈડ-મુક્ત, હલાલ સર્ટિફાઈડ, નોન-ઈરિટન્ટ અને સુરક્ષા માટે ડર્મેટોલોજીકલી સર્ટિફાઈડ છે.