Western Times News

Gujarati News

ચોટીલા આંગડિયા પેઢીના માલિક સાથે રૂ. ૭૯ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

Crime branch solves Rs 2 lakh robbery in Ahmedabad

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના આંગડીયા પેઢીના માલિકની આંખમાં મરચાની ભુકી નાંખી બંદૂકની અણીએ રૂપિયા ૭૯ લાખના થેલાની લૂંટનો બનાવનો ભેદ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખ્યો છે. લૂંટ કરનાર ચાર આરોપીને રૂપિયા ૪૪ લાખ રોકડા તથા દેશી તમંચો અને ૯ જીવતા કારતુસ સાથે દબોચી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના ચોટીલામાં આંગડીયા પેઢી ધરાવતા ગીરીશભાઇ મહેન્દ્રભાઇ પુજારા તારીખ ૨૭ ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પોતાના ઘર તરફ જઇ રહ્યાં હતા તે દરમિયાન ચાર શખ્સોએ ગીરીશભાઇની સોસાયટી પાસે જ તેમની આંખમાં મરચાની ભુકી નાંખી રૂપિયા ૭૯૬૭૩૦૦ના થેલો ઝુંટવવાનો પ્રયાસ કરતા ગીરીશભાઇએ પ્રતિકાર કરતા લૂંટારૂઆએ તમંચો બતાવી થેલો છોડી દે નહી તો ભડાકો કરીશ તેવી ધમકી થેલાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં.

આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.જેમાં લૂંટમાં સુરેન્દ્રનગર જિલ્લાના મોસ્ટ વોન્ટેડ આરોપી લખુભાઇ પુંજભાઇ ખાચર સંડોવાયેલો હોવાની બાતમી એલસીબી ટીમને મળતા પોલીસે લખુભાઇ ખાચરને સાળંગપુરથી દબોચી લીધો હતો.

તેની પુછપરછ કરતા ચાંપરાજભાઇ બાબભાઇ ખવડ રહે સેજકપર તાલુકો સાયલા, આંબાભાઇ પાંચાભાઇ ડાભી રહે ચીરોડા તાલુકા ચોટીલા, લાલદાસ ઉર્ફે લાલા મારાજ રવિદાસ મેસવાણીયા અને આલકુભાઇ અનકભાઇ કાઠી રહે જાનીવડલા તાલુકો ચોટીલા વાળા સાથે મળી લૂંટનો પ્લાન બનાવી ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.

લૂંટના પ્લાનમાં ચાંપરાજ અને આલકુભાઇએ આંગડીયાપેઢીના માલિકની રેકી કરી ટીપ આપી હતી જ્યારે લાલદાસ આંગડીયાપેઢીના માલિકની દુકાન સામે વોચ રાખવાની ભુમિકા ભજવી હતી. અને લૂંટના ગુનાને અંજામ આપી કાળાસર પાસેના એક ડુંગર પાછળ જઇ લૂંટના રૂપિયાના સરખા ભાગ પાડ્યા હતાં. જેમાં દરેકના ભાગે રૂપિયા ૧૫૭૦૦૦૦ આવ્યા હતા.

આરોપીઓએ પોલીસથી બચવા દરેક વાર વોટ્‌સઅપ કોલથી જ વાત કરી હતી જેથી લૂંટના બનાવ બાદ પોલીસ કોલ ટ્રેસ કરે તો પકડાઇ ન જવાય પરંતુ પોલીસ હંમેશા આરોપી કરતા એક કદમ આગળ જ હોય છે તેમ સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલી મોસ્ટ વોન્ટેડ આરોપી લખુભાઇ પુંજભાઇ ખાચર સહિત ચારેય આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે જ્યારે ફરાર એક આરોપી આલકુભાઇ ખાચરને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

મોસ્ટ વોન્ટેડ આરોપી લખુ ખાચર મુળ મુળી તાલુકાના સોમાસર ગામનો વતની છે હાલ પાળિયાદના મોટા છૈડા ગામે રહે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.