Western Times News

Gujarati News

કચ્છમાં વહેલી સવારે ૩.૦ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છ, કાતિલ ઠંડી વચ્ચે કચ્છની ધરા ધ્રૂજી રહી છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છમાં સતત બે દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. હાડ થીજવતી ઠંડી વચ્ચે આવતા ભૂકંપના આંચમાં બહાર નીકળવુ કે નહિ તે પણ ડર કચ્છવાસીઓમાં ફેલાયો છે. કચ્છમાં બે દિવસથી ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે.

આજે વહેલી સવારે ૩.૦ ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. દુધઈથી ૨૦ કિલોમીટર દૂર નોર્થ-નોર્થ વેસ્ટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લોકો ઘોર નિંદ્રામાં હતા, ત્યારે સવારના ૫ઃ૪૩ વાગ્યે આંચકો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બુધવારના રોજ પણ કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.

રાપર પાસે ૦૨ઃ૨૯ બપોરે ૨.૩૦ આંચકો આવ્યો હતો. તે પહેલા સવારે ૧૧ઃ૫૮ કલાકે પણ રાપર પાસે ૨.૦૦નો આંચકો નોંધાયો હતો. રાપરથી ૧૭ કિલોમીટર ઉદ્ગઉ ૨.૮ ની તીવ્રતાનો આંચકો તેમજ રાપરથી ૧૮ દ્ગદ્ગઉ ૨ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. એક તરફ ભૂકંપના આંચકા લોકોને ડરાવી રહ્યા છે, તો બીજી તરફ ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. આવામાં સૌથી વધુ હાડ થીજવતી ઠંડી કચ્છમાં જ જાેવા મળી રહી છે. કચ્છમાં ઠંડીનો પારો સિંગલ ડિજીટમાં જતો રહ્યો છે. નલિયા આંકડા મુજબ રાજ્યનુ સૌથી ઠંડુગાર શહેર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.