પૂર્વ સીએમ મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પરિકર પણજીથી ઉમેદવારી નોંધાવશે
પણજી, ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર ગુરુવારે પણજી વિધાનસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવશે, ભાજપ તરફથી ટિકિટ ન મળવાથી નારાજ છે. ઉત્પલે અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે. તેમને આશા હતી કે ભાજપ તેમને આ બેઠક પરથી ટિકિટ આપશે, પરંતુ પાર્ટીએ તેમ કર્યું નહીં અને વર્તમાન ધારાસભ્યને ટિકિટ આપવાનો ર્નિણય કર્યો.
આનાથી ઉત્પલ ગુસ્સે છે. અહીં ગોવાની રાજનીતિમાં પ્રવેશેલી ‘આમ આદમી પાર્ટી’ (આપ) ઉત્પલને આપની ટિકિટ પર ચૂંટણી લડવાની ઓફર કરી રહી છે.
ઉત્પલે જણાવ્યું કે તેઓ ઉમેદવારી નોંધાવશે. તાજેતરમાં તેમણે પણજીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની વાત કરી હતી. ઉત્પલે કહ્યું, “હું સત્તા કે કોઈ પદ માટે લડી રહ્યો નથી, હું મારા પિતાના મૂલ્યો માટે લડી રહ્યો છું, ભાજપના જૂના કાર્યકરો મારી સાથે છે.” આ બેઠક પર ઉત્પલને મતદારોનો કેટલો સહકાર મળશે તે જાેવું રસપ્રદ રહેશે.
બીજી બાજુ આમ આદમી પાર્ટીના ગોવાના ઉપાધ્યક્ષ વાલ્મીકી નાઈકે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે જાે ઉત્પલ પર્રિકર પણજી સીટ પરથી આપની ટિકિટ પર ચૂંટણી લડવા ઈચ્છે છે તો તેઓ તેમના માટે ઉમેદવારી છોડવા તૈયાર છે. આ પહેલા અરવિંદ કેજરીવાલે પણ ઉત્પલને આમ આદમી પાર્ટીમાં જાેડાવાનું આમંત્રણ આપ્યું છે.
કેજરીવાલે કહ્યું હતું કે, “અમને પર્રિકર જી માટે ખૂબ સન્માન છે, હવે ર્નિણય ઉત્પલને લેવાનો છે. જાે ગોવાના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર તેમની પાર્ટીમાં જાેડાવા માંગે છે, તો તેમનું સ્વાગત છે.” ગોવા વિધાનસભા ચૂંટણી માટે ૧૪ ફેબ્રુઆરીએ એક તબક્કામાં મતદાન થશે અને પરિણામ ૧૦ માર્ચે જાહેર કરવામાં આવશે. ગોવામાં વિધાનસભાની ૪૦ બેઠકો છે.
હાલમાં ગોવામાં ભાજપની સરકાર છે. તેના પોતાના ૨૫ ધારાસભ્યો છે અને એક અપક્ષનું સમર્થન છે. ગત વખતે કોંગ્રેસે ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ભાજપની સામે આવીને ઊભી રહી છે.HS