અંગ્રેજીના સવાલનો જ્યોતિરાદિત્યએ હિન્દીમાં જવાબ આપતા થરૂર નારાજ
નવી દિલ્હી, ભૂતકાળમાં એક જ પાર્ટીના સહયોગી રહી ચુકેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને શશિ થરૂર આજે હિંદી ભાષાના ઉપયોગને લઈ એકબીજાના વિરોધમાં ઉભેલા જાેવા મળી રહ્યા છે. ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ અંગ્રેજીમાં પુછવામાં આવેલા સવાલનો હિંદીમાં જવાબ આપ્યો હતો. તિરૂવનંતપુરમના કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે તેને ‘અપમાન’ ગણાવ્યું હતું.
તમિલનાડુના સદસ્યો દ્વારા અંગ્રેજીમાં પૂરક પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જેનો કેન્દ્રીય મંત્રીએ હિંદીમાં જવાબ આપ્યો હતો. ત્યાર બાદ શશિ થરૂરે તરત જ ટિપ્પણી કરી હતી કે, મંત્રીએ હિંદીમાં જવાબ આપ્યો તે ‘અપમાન’ હતું.
થરૂરે કહ્યું કે, ‘મંત્રી અંગ્રેજી બોલે છે, તેમને અંગ્રેજીમાં જવાબ આપવો જાેઈએ. હિંદીમાં જવાબ ન આપશો, આ લોકોનું અપમાન છે.’
આ વાતને લઈ નારાજ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, એક સદસ્ય દ્વારા આ પ્રકારે ટિપ્પણી કરવામાં આવે તે અજીબ હતું.
‘હું હિંદીમાં બોલ્યો તો વાંધો આવી રહ્યો છે, આપત્તિ છે. સદનમાં એક અનુવાદક પણ હતો.’ શશિ થરૂરની ટિપ્પણી બાદ તરત જ સ્પીકર ઓમ બિરલાએ ‘આ અપમાન નથી’ તેમ કહ્યું હતું.SSS