Western Times News

Gujarati News

એલન મસ્કે લોન્ચ કરેલું રોકેટ પૃથ્વી પર ખાબક્યું

પ્રિટોરિયા, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની કંપની સ્પેસ એક્સે પાંચ વર્ષ પહેલા લોન્ચ કરેલુ રોકેટ હવે આખરે પૃથ્વી પર ખાબક્યુ છે.
જાેકે આ રોકેટ જેવુ ધરતીના વાતાવરણમાં પ્રવેશ્યુ કે તરત જ આગનાગોળામાં ફેરવાઈ ગયુ હતુ.તેનો કાટમાળ લેટિન અમેરિકન દેશ મેક્સિકોમાં પડ્યો હતો.રોકેટના નાના ટુકડા ધરતી પર પડયા હતા.

ફાલ્કન નામના આ રોકેટને ૨૦૧૭માં લોન્ચ કરાયુ હતુ.તેણે ઈકોસ્ટાર ૨૩ નામના સેટેલાઈટને અંતરિક્ષમાં પહોંચાડ્યો હતો.તે વર્ષે સ્પેસ એક્સ કંપનીએ ૧૮ સેટેલાઈટ લોન્ચ કર્યા હતા.

સ્પેસ એક્સ કંપનીનુ આ રોકેટ ધરતીના વાતાવરણમાં પ્રવેશ્યુ તે સમયનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.જેમાં ઉલ્કાપિંડ આકાશમાંથી ધરતી પર વરસી રહ્યા હોય તેવો નજારો જાેવા મળ્યો હતો.

જાણકારોનુ કહેવુ છે કે, આ ફાલ્કન રોકેટનો ઉપરી હિસ્સો હતો જેને પાંચ વર્ષ પહેલા લોન્ચ કરાયો હતો.ધરતીના વાતાવરણમાં પ્રવેશતી વખતે લગભગ એક મિનિટ સુધી આ રોકેટ મેકિસકોના આકાશમાં સળગતુ દેખાયુ હતુ.

મસ્કની કંપનીએ આ રોકેટથી જે સેટેલાઈટ લોન્ચ કર્યો હતો તે બ્રાઝિલનો છે અને તેનાથી બ્રાઝિલમાં ઈન્ટરનેટ સેવા ચાલે છે.આ સેટેલાઈટ હજી કામ કરી રહ્યો છે.

મસ્કની કંપની અત્યાર સુધીમાં ૨૦૦૦ સેટેલાઈટ લોન્ચ કરી ચુકી છે.મસ્કની યોજના અંતરિક્ષમાં કુલ ૪૨૦૦૦ સેટેલાઈટ લોન્ચ કરવાની છે અને તેની મદદથી એલન મસ્ક આખી દુનિયામાં ઈન્ટરનેટ સર્વિસ શરુ કરવા માંગે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.