Western Times News

Gujarati News

બુરખા અને હિજાબ પહેરીને મત આપવા જાઓ: અસદુદ્દીન ઓવૈસી

ફિરોઝાબાદ, એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફિરોઝાબાદમાં જનસભાને સંબોધિત કરી હતી. તેમણે મંચ પરથી પૂછ્યું કે, “તમે ૨૦મીએ વોટ આપવા જશો ત્યારે બુરખા અને માસ્ક પહેરશો. ડરશો નહીં, શું તમે નારા લગાવશો.” આના પર લોકોનો અવાજ આવ્યો “અલ્લાહ હુ અકબર.”હિજાબનો વિવાદ હવે સંપૂર્ણ રાજકીય થઇ ગયો છે. આ મામલે હવે રાજકારણ થઇ રહ્યો છે. મતોનું ધુવ્રણીકરણ કરવા માટે રાજકારણ કરવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં નવ જિલ્લાઓમાં મતદાન થયું છે યુપીમાં ૭ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. બીજા તબક્કામાં, રાજ્યના નવ જિલ્લા – સહારનપુર, બિજનૌર, મુરાદાબાદ, સંભલ, રામપુર, અમરોહા, બુદૌન, બરેલી અને શાહજહાંપુરની ૫૫ વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું જે શાંતિપૂર્ણ રહ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.