ભાવનગરના માર્કટ યાર્ડમાં ડુંગળીના મબલખ પાકનું આગમનઃ ભાવ ગગડે એવી શક્યતા
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ડુંગળીની આવકમાં વધારો થતાં આગામી દિવસોમાં ગરીબોની કસ્તુરી સમી ડુગળીના ભાવમાં ઘટાડો થાય એવી શક્યતાઓ ઉભી થઈ છે. આમ, તો ડુગળીની આયાત આપણે ત્યાં નાસિક-પૂનાથી થાય છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ડુંગળીનુ ઉત્પાદન વિશેષ જાેવા મળે છે.
ભાવનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ડુંગળીનું બમ્પર ઉત્પાદન થાય છે. ડુગળીનુૃ મબલખ ઉત્પાદન થતાં અંદાજે ૧પ થી ર૦ હજાર ગુણી ભાવનગર પંથકના વિવિધ યાર્ડમાં પહોંચી ગઈ છે. આ ડુંગળી બજારમાં આવતા જ ડુગળીના ભાવ ગગડી જશે.છૂટક બજારમાં ડુૃંગળીના ભાવ અત્યારે રૂા.૪૦ની આસપાસ ચાલી રહ્યા છે.
ડુગળીનો મબલખ પાક બજારમાં ઠલવાશે તે સાથે જ ગરીબોની કસ્તુરીના ભાવ ઘટશે. ઉનાળો નજીક આવતા જ શાકભાજી મોંઘા જરૂર થય ાછે. પણ હવે ડુગળીનો નવો ફાલ આવતા જ ડુગળીના ભાવ ગગડશે. સોસાયટી-ફલેટોની બહાર સસ્તા ભાવે ડુંગળીનુૃ વેચાણ કરવા છૂટક વેપારીઓ ટેમ્પો રીક્ષા લઈને આવતા હોય છે. જે બજારભાવ કરતા સસ્તા ભાવે ડુગળી વેચતા નજરે પડે છે.