હોટલમાં મેડિકલ કોલેજની લેડી ડોક્ટર સાથે બળાત્કાર
નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીની આર્મી મેડિકલ કોલેજમાં તૈનાત મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. કરોલબાગ પોલીસ સ્ટેશનની પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને એક વ્યક્તિની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે આરોપી રજનીશ શર્માની જયપુરથી ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કરોલ બાગ પોલીસ સ્ટેશનની પોલીસને ૧૧ ફેબ્રુઆરીના રોજ માહિતી આપવામાં આવી હતી. જ્યાં ફરિયાદી મહિલા ડોક્ટરેજણાવ્યું કે, કરોલબાગની હોટલમાં લગ્નની આપીને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો.પોલીસે કેસ નોંધ્યો અને આરોપીની શોધ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બંનેની મુલાકાત એકચેટિંગ એપ દ્વારા થઈ હતી.
આ દિવસોમાં મહિલા ડોક્ટર દિલ્હીમાં પ્રેક્ટિસ કરી રહી છે. છઙ્ઘજ હ્વઅ પોલીસ આ રીતે આરોપીઓ સુધી પહોંચી પોલીસ ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓ સુધી પહોંચી હતી. જ્યાં તેની ઓળખ રજનીશ શર્મા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલ આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.HS