Western Times News

Gujarati News

તેજસ્વી પ્રકાશથી કંટાળી ગયો છે બોયફ્રેન્ડ કરણ

મુંબઇ, તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા હાલ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના બહુચર્ચિત લવબર્ડ્‌સમાંથી એક છે. બિગ બોસ ૧૫ના ઘરમાં સાથે રહેવા દરમિયાન તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. તેમના સંબંધો શો ખતમ થયા બાદ પણ યથાવત્‌ રહે છે. તેઓ ઘણીવાર સાથે હેન્ગ આઉટ કરતા, લંચ કે ડિનર ડેટ પર જતા તેમજ ફેન્સ સાથે લાઈવ સેશન કરતા જાેવા મળે છે.

ફેન્સે તેમને પ્રેમથી કહીને બોલાવે છે. થોડા દિવસ પહેલા જ તેજસ્વી અને કરણ ડેટ પર ગયા હતા. આ દરમિયાનનો વીડિયો શેર કરીને એક્ટ્રેસે કરણ તેનાથી કંટાળી ગયો હોવાનું કહેતા ફેન્સ પણ ચોંકી ગયા છે. જાે કે, વીડિયોનું આખુ કેપ્શન વાંચતા જાણ થાય છે કે, કરણ હકીકતમાં તેજસ્વીની કઈ વાતથી પરેશાન છે. વાત એમ છે કે, તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રાએ લેટેસ્ટ ટ્રેન્ડ પર એક ઇીીઙ્મ બનાવી છે.

તેજસ્વી તેમાં પ્રિન્ટેડ આઉટફિટમાં જાેવા મળી રહી છે તો કરણ કુંદ્રાએ ટીશર્ટ અને ડેનિમ પહેર્યું છે. આ સાથે તેણે લખ્યું છે ‘શું ઓર્ડર કરવું તે નક્કી ન કરવા પર જ્યારે તે મારાથી કંટાળી ગયો હોય.

કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશનું મ્યૂઝિક વીડિયો સોન્ગ રુલા દેતી હૈ એક અઠવાડિયા પહેલા રિલીઝ થયું હતું. જે તેમના ફેન્સને ખૂબ પસંદ આવ્યું હતું. તેજસ્વી અને કરણની કેમેસ્ટ્રી પણ તેમા કમાલની હતી. વેડિંગ પ્લાન વિશે વાત કરતા કરણ કુંદ્રાએ કહ્યું હતું કે ‘અમને એકબીજા સાથે પસાર કરવા માટે માંડ ત્રણથી ચાર કલાક મળે છે અને અમારી પાસે વાત કરવા માટે ઘણું હોય છે.

આ પહેલા આવો અનુભવ મને થયો નથી. એકબીજા સાથે વાત કરવાની સ્પીડ પણ વધી ગઈ છે. અમે સુંદર રીતે આગળ વધી ગયા છીએ. હવે આ ક્યાં જાય છે અને કેવી રીતે જાય છે, પરંતુ એક વાતની ખાતરી આપવા માગુ છું કે તે સાચી દિશામાં જશે. હાલ તો અમારે એકબીજા માટે સમયની જરૂર છે’. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરણ કુંદ્રા હાલ એકતા કપૂરના શો ‘લોક-અપ’માં જાેવા મળી રહ્યો છે.

આ સિવાય તે ‘ખતરા ખતરા ખતરા’માં પણ કામ કરતો દેખાશે. તો બીજી તરફ, બિગ બોસ ૧૫ની ટ્રોફી જીત્યા બાદ તરત જ તેજસ્વી પ્રકાશે ‘નાગિન ૬’ શૂટિંગ શરૂ કરી દીધું હતું. શો દરમિયાન જ એક્ટ્રેસને એકતા કપૂરે શોની ઓફર આપી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.