Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા તાલુકા આરોગ્યની ક્રિકેટ ટીમ જિલ્લામાં પ્રથમ નંબરે આવી

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) તાલુકા હેલ્થ ઓફિસર ડો.પંકજ કટારાસાહેબ અને ડો.આર.ડી.ગોસ્વાબી મેડિકલ ઓફીસર દેરોલના માર્ગદર્શન તેમજ ડો.શીતલ ચારેલ મેડિકલ ઓફિસર ખેરોજની કપ્તાનીમાં ખેડબ્રહ્મા તાલુકાની આરોગ્યની ટીમે હિંમતનગર ખાતે યોજાયેલા

જિલ્લા પંચાયત દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં તલોદ તાલુકાની આરોગ્ય ટીમને ૧૪૪ રને પરાજય આપી સમગ્ર જિલ્લાની ટીમોમાં પ્રથમ ક્રમે આવી સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમિફાઈનલમાં ડીડીઓ એસકેડીપીને ૭ વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યાે અને ઇડર હેલ્થ ૧૧ સામે ૮૭ રને જીત મેળવી ફાઈનલ મેચ જીતી સમગ્ર જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય ક્ચેરીનું ગૌરવ વધારેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.