Western Times News

Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભામાં રૂા.૩૦૬ કરોડના કામોનું લોકાર્પણ- ખાતમુર્હુત કરશે

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, ઉતરપ્રદેશ સહીત ચાર રાજયોની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી છે.

ગત્‌ ૧૧ અને ૧ર માર્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજયની મુલાકાતે આવ્યા હતા તથા માત્ર બે દિવસમાં ત્રણ રોડ શો ના આયોજન કરી ચૂંટણીના બ્યુગલ ફૂુંકયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ સોમવારે પ્રજાહિતના કાર્યોનું ઓઢવ ખાતે લોકાર્પણ કર્યુ હતુ. હવે આગામી ર૬ માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી વધુ એક વખત રાજયમાં આવી રહયા છે તથા તેમના મત વિસ્તારમાં રૂા.ત્રણસો કરોડના કામોનું ખાતમુર્હત- લોકાર્પણ કરશે.

ગાંધીનગર લોકસભામાં થનાર પ્રજાકીય કાર્યોના લોકાર્પણ અંગે વિસ્તૃત માહિતી આપતા મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટે જણાવ્યુ હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી રૂા.૧પ૬.૬૧ કરોડના ૦૭ કામોનું લોકાર્પણ કરશે. જયારે રૂા.૧પ૦.૪૭ કરોડના ૦૯ કામોના ખાતમર્હુત કરશે. જેમાં કોતરપુર વોટર વર્કસ ખાતે ૩૦૦ એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ મુખ્ય છે. કોતરપુર પ્લાન્ટ માટે રૂા.૮ર.૩૯ કરોડનો ખર્ચ થયો છે.

ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં રૂા.૭.૩૭ કરોડના ખર્ચથી તૈયાર થયેલ ૧ર૬ ઈઉજી આવાસ, રૂા.૧ર.ર૯ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા ર૧૦ મકાનો તથા હેબતપુરમાં રૂા.ર૪.ર૯ કરોડના ખર્ચથી તૈયાર થયેલા ૪૯૦ મકાનો મુખ્ય છે. ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં ચાંદલોડીયા તથા થલતેજ વોર્ડમાં નવા નેટવર્ક નાંખવા, સીંધુભવન રોડ પર પાર્ટી પ્લોટ બનાવવા, થલતેજ વોર્ડમાં કોમ્યુનીટી હોલ બનાવવા ગોતા વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવવા તથા શીલજમાં “આરોગ્ય વન” ના કામોનું ખાતમુર્હુત કરવામાં આવશે.

શીલજ તળાવ ફરતે અંદાજે પ૦ હજાર ચોરસ મીટર જમીન પર રૂા.આઠ કરોડના ખર્ચથી આરોગ્ય વન ડેવલપ કરવામાં આવશે. કેવડીયા ખાતે તૈયાર કરવામાં આવેલા “આરોગ્ય વન”ની જેમ જ શીલજમાં “આરોગ્ય વન” તૈયાર થશે. શીલજ સર્કલથી શીલજ ગામ તરફના રોડને સમાંતર શીલજ તળાવ ખાતે માનવ થીમ આધારીત આરોગ્ય વન તૈયાર કરવામાં આવશે. જેમાં ૩પ૦ મીટરનો વોક-વે તથા બેન્ક વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે. હયાત ટ્રી-લાઈનને ધ્યાનમાં રાખી આરોગ્ય વન ડેવલપ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.