ઊંચી પોસ્ટ પરથી નીચી પોસ્ટમાં નિમણુંક માટે અરજી

વૃધ્ધ માતા-પિતાની સાથે રહેવા પોસ્ટ છોડવા તૈયાર-
(એજન્સી) અમદાવાદ, સામાન્ય રીતે લોકો પ્રમોશન માટે રાહ જાેતા બેઠા હોય છે અને ઘણી વખત એવું પણ બને છે કે પ્રમોશન લેવા માટે બધી શરતો માનવા તૈયાર હોય છે.
જાે કે બધા જ સરખા નથી હોતા એવું પણ બને. અહીં જાે કે હાઈકોર્ટમાં એક એવો કેસ નજરે પડ્યો છે કે જેમાં અરજદાર વ્યક્તિ તેની વર્તમાન પોસ્ટથી નીચેની પોસ્ટમાં જવા માંગે છે. આની પાછળનું કારણ એ છે કે તે તેના વતન અને વૃધ્ધ માતા-પિતાની સાથે રહેવા માંગે છે.
હાઈકોર્ટમાં થયલી આ અરજી સિંગલ જજે ચુકાદે અનામત રાખ્યો છે. અરજદારના વકીલની રજુઆત છે કે બેલિફની પરીક્ષામાં તે મહેસાણા જીલ્લામાં એસઈબીસી વર્ગમાં પ્રથમ નંબરે હતો. અરજદાર મહેસાણામાં બેલિફની જગ્યા ન હોય તો આ પછી તેણે પાલનપુર કે ગાંધીનગર કોર્ટમાં બેલિફ માટે નિમણુંક માંગેલી.
જાે કે તેના બદલે કચ્છ જીલ્લામાં નિમણુંક અપાઈ હતી. જેથી એ સ્વીકારવાની ના પાડેલી. મહેસાણા કોર્ટમાં જે વ્યક્તિની બેલિફ તરીકે નિમણુંક થયેલી એ રાજીનામું આપીને જતાં રહ્યા છે. આ અરજીમાં હાઈકોર્ટના તંત્રની રજુઆત હતી કે, અરજદારે ભૂતકાળમાં બેલિફની નિમણુંક સ્વીકારવાની ના પાડેલી.
જેથી હવે તેને આ નિમણુૃક મળી શકે નહી. કેસની વિગત જાેઈએ તો અરજદાર મૂળ મહેસાણાના વતની છે. અને તેને કચ્છ જીલ્લાની નખત્રાણા કોર્ટમાં પટ્ટાવાળાની નોકરી મળેલી. જાે કે તે તેના બિમાર મા-બાપની દેખરેખ રાખવા પરત ફરવા માંગે છે.