Western Times News

Gujarati News

વ્યક્તિ એક, અંદાઝ અનેક: વડાપ્રધાનના પ્રવચનને સાંભળનારો દેશમાં બહોળો ચાહક વર્ગઃ

એક વિષયને બીજા વિષય સાથે ગુંથી સાતત્ત્યભર્યુ પ્રવચન આપવામાં વડાપ્રધાનના કૌશલ્યની વિશ્વભરમાં થઈ રહેલી પ્રશંસા

 રાષ્ટ્રભાષા હિંદીમાં પ્રવચનથી જનતા સરળતાથી સમજી શકે છે

વિશ્વભરના દેશોના પ્રતિનિધિઓ હોય કે વૈજ્ઞાનિકો કે વિદ્યાર્થીઓ હોય પરંતુ તમામ લોકો સામે વિષય અને સ્થળને અનુરૂપ પ્રવચન આપવામાં આજે વિશ્વભરમાં એકમાત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા થઈ રહી છે.

નાનપણથી જ વાંચવામાં રૂચી ધરાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ગહન અભ્યાસનું પ્રતિબિંબ આજે વિશ્વભરને જાેવા મળી રહયું છે. યુએનમાં પણ આપેલા ભાષણની આજે પણ નોંધ લેવામાં આવી રહી છે તેમણે સુચવેલા પર્યાવરણ જાળવણીના તથા યોગ ના મહત્વપૂર્ણ સુચનોને આજે વિશ્વભરના દેશોએ અમલ શરૂ કરી દીધો છે.

વડાપ્રધાન મોદીની સમય, સ્થળ અને પરિસ્થિતિને અનુલક્ષીને અસરકારક પ્રવચન આપવાના કૌશલ્યની પ્રશંસા કરો તેટલી ઓછી છે તેઓ તેમની સામે બેઠેલી દરેક ક્ષેત્રની વ્યક્તિઓને આકર્ષી શકે છે તેનું કારણ એ છે કે તેઓ સંપૂર્ણ રીતે માનસિક રીતે તૈયાર થઈને પ્રવચન આપતા હોય છે.

સાથે સાથે પ્રવચન દરમિયાન ઉપસ્થિત લોકો સાથે વાર્તાલાપ કરવાની પણ તેમની પ્રણાલી ખૂબ જ અસરકારક જાેવા મળી રહી છે. તેમણે વૈજ્ઞાનિકો સામે પણ પ્રવચનો કર્યાં છે તાજેતરમાં જ બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા પે ચર્ચામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પરીક્ષાના બોજામાંથી હળવા કર્યાં હતાં. ભારતના ઈતિહાસમાં એક માત્ર નરેન્દ્ર મોદી એવા વડાપ્રધાન છે કે જેમણે સતત તમામ ક્ષેત્રના નિષ્ણાંતો અને પ્રજાજનો સાથે સતત સંપર્ક કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભથી જ તેમનામાં રહેલા જ્ઞાનના કારણે સારા વકતા તરીકે ઉભરી આવ્યા છે તેમની કાર્યપ્રણાલી પણ ખૂબ જ સરળ છે તેઓ રોજીંદા કાર્યોમાં નિયમિતતા જાળવી રાખે છે આજે પણ વડાપ્રધાન બન્યા પછી તેમની જીવનશૈલીમાં કોઈ જ ફેરફાર થયેલો જાેવા મળતો નથી.

વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાં રહેવા છતાં સવારે વહેલા ઉઠયા પછી યોગ કરતા જાેવા મળે છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે સતત બીજી ટર્મમાં ચુંટાયા બાદ પણ આજદિન સુધી તેમણે એક દિવસની પણ રજા લીધી નથી. સતત કાર્યશીલ રહેવાની તેમની આદત જાળવી રાખી છે.

વડાપ્રધાન બન્યાના પ્રથમ દિવસથી જ નરેન્દ્ર મોદીએ અનેક પ્રજા ઉપયોગી કાર્યક્રમો જાહેર કરી તેનો અમલ શરૂ કરાવી દીધો છે જે ભુતકાળમાં લોકો વિચારતા હતા તે આજે હકીકતમાં વિચારોનો અમલ થઈ રહયો છે જેની વિશ્વભરના દેશોએ નોંધ લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસની જાહેરાત કરી હતી

તેનો વિશ્વના અનેક દેશોએ સ્વીકાર કરી અમલ શરૂ કર્યો છે પરિણામે આજે અમેરિકા સહિતના દેશોમાં યોગ નો પ્રચાર થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ભાષણમાં અનેક સુચનો કરતા હોય છે જેનો લોકો સહજતાથી સ્વીકાર કરી અમલ શરૂ કરી દે છે જેનું પરિણામ આજે ભારત દેશમાં જાેવા મળી રહયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બોલવાની છટા સૌથી વધુ લોકપ્રિય બની ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે લોકો આતુર હોય છે અને રૂબરૂમાં તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે તેમની સભામાં અત્યાર સુધીમાં કયારેય જાેવા મળી ન હોય તેટલી જનમેદની જાેવા મળે છે જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. વડાપ્રધાન બન્યા પછી પણ નરેન્દ્ર મોદી આજે પણ નિયમિત વાંચન કરે છે જેના પરિણામે કોઈ પણ સ્થળે અને કોઈ પણ વિષય પર બોલવામાં તેમને વધુ પડતી તૈયારી કરવી પડતી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર ભારતના જ નહીં વિશ્વભરમાં લોકપ્રિય છે. ખાસ કરીને દેશમાં તેમનો એક બહોળો ચાહક વર્ગ છે. વડાપ્રધાન જ્યારે પ્રવચન આપે છે ત્યારે તેેમને સાંભળવા બેસી જાય છે અગાઉના વર્ષોમાં ઈન્દીરા ગાંધી અને અટલબિહાર વાજપાઈના સમયમાં જાેવા મળતુ હતુ.

આ બંન્ને મહાનુભાવોને સાંભળવા સભાઓમાં દૂર દૂરથી લોકો આવતા હતા. ઈન્દીરા ગાંધી ખુલ્લી જીપમાં જ નીકળતા હતા ત્યારે તેમની એક ઝલક નિહાળવા માટે સેકડો લોકો રસ્તાની બંન્ને તરફ કલાકોના કલાકો સુધી ઉભા રહેતા હતા. તો અટલબિહારી વાજપાઈને સાંભળવા પણ લોકો ખાસ સભાઓમાં જતા.

આજના યુગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા લોકો ઉત્સુક હોય છે. જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારે પણ તેમની સભાઓમાં લોકો સ્વયંભૂ ઉમટી પડતા હતા.જે તે સમયે અડવાણી- તથા સાધ્વી ઋતુંભરાને સાંભળવા લોકો આવતા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘સ્પીચ’માં કંઈક એવુ છે કે નાગરીકો તેમને સાંભળવા આતુર હોય છે. કહેવાય છે કે સામે કેવુ ઓડીયન્સ છે એ પ્રકારે રાજનેતા બોલતા હોય છે. આમાં વડાપ્રધાનની માસ્ટરી જાેવા મળે છે.

સામે વિદ્યાર્થીઓ હોય તો તેમની સાથે હળમળીને ભારેખમ પ્રવચનની જગ્યાએ હળવાશભર્યા સૂરમાં વાતચીત કરશે. સામે દેશના વૈજ્ઞાનિકોને સંબોેધન કરવાનું હોય કે ખેલાડીઓને. વડાપ્રધાન એ પ્રકારે જ પ્રવચન આપતા નજરે પડે છે. એક વિષયની બીજા વિષય સાથેની ગુંથણી અન તેનું સાતત્ય જાળવવુ ઘણુ મુશ્કેલ હોય છે. અને જે આ બાબતને અનુસરે છે તેનુ પ્રવચન ધારદાર રહે છે. કોની સાથેે કયા લેવલથી વાત કરવી એ વડાપ્રધાન સારી રીતે જાણે છે.

વળી, દેશની ભૂગોળ- ઈતિહાસથી તેઓ વાકેફ રહે છે. એ એમના પ્રવચનમાં જાેવા મળ્યુ છે. ક્યાં રાજ્યમાં કોણ કોણ મહાપુરૂષ, કેળવણીકાર-ઈતિહાસકાર લેખક કે કોઈ મહિલા આગેવાન થઈ ગયા કે હયાત છે તે અંગે પૂરતી વિગતો સાથે તેઓ તેમના પ્રવચનમાં ઉલ્લેખ કરે છે. સામાન્ય રીતે વડાપ્રધાનનું પ્રવચન લગભગ ૪૦-૪પ મીનિટની આસપાસ હોય છે. વળી, તેઓ રાષ્ટ્રભાષા હિંદીમાં જ મોટેભાગે પ્રવચન કરતા હોવાથી સૌને સમજવામાં સરળતા રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.