Western Times News

Gujarati News

કોરોનાના લીધે અંતરંગ સંબંધો પર ગંભીર અસર પડી: રિસર્ચ

નવી દિલ્હી, કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન માત્ર ગુજરાત જ નહીં પરંતુ દુનિયાભરમાં તેની ગંભીર અસર જાેવા મળી હતી. આ લહેર દરમિયાન માત્ર વ્યક્તિના શરીર જ નહીં પરંતુ મગજ પર પણ તેની ગંભીર અસર જાેવા મળી રહી છે.

અમદાવાદ, ચંદીગઢ અને મોહાલીની મનોચિકિત્સકોની ટીમ દ્વારા બીજી લહેર પછી લોકો પર થયેલી કોરોનાની અસર અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં દર પાંચમાંથી એક વ્યક્તિમાં અંતરંગ સંબંધો પર થનારી અસર જાેવા મળી, એક તૃતિયાંસ લોકોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને ઓબ્સેસિવ-કમ્પલ્સિવ ડિસઓર્ડર જેવી સમસ્યા જાેવા મળી છે.

આ અભ્યાસને કોરોનાના લીધે થયેલા માનોચિકિત્સક અને ન્યુરોસાઈકિયાટ્રિક સમસ્યાઃ ભારત તરફથી કેસ કંટ્રોલ ઓનલાઈન સ્ટડી આપવામાં આવ્યું છે.

આ અભ્યાસ ડૉ મૃગેશ વૈષ્ણવ, ડૉ. પાર્થ વૈષ્ણવ, ડૉ. સંદીપ ગ્રોવર, ડૉ. કમલેશ શર્મા અને ડૉ. અજીત અવસ્થિત દ્વારા કરવામાં આવ્યો હતો. જેને તાજેતરમાં ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીની કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ડૉ. મૃગેશ વૈષ્ણવ શહેરના મનોચિકિત્સક છે, જેમણે જણાવ્યું કે આ અભ્યાસ પાછળનો આશય કોરોનાના લીધે થયેલી મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક અસરો કે જે અજાણી રહી ગઈ છે તેને જાણવાનો પ્રયાસ હતો.

આ અભ્યાસમાં કુલ ૨૯૬૪ લોકોને સાંકળવામાં આવ્યા હતા જેમાં ૧૯૭૫ એવા લોકો હતા કે જેઓ કોરોનાના દર્દી રહી ચુક્યા છે, જ્યારે ૯૮૯ લોકો એવા હતા કે જેઓ કોરોનાના દર્દીઓ સાથે નજીકનો સંબંધ ધરાવતા હોય. ડૉ. વૈષ્ણવ જણાવે છે કે, “આ અભ્યાસમાં જાેવા મળ્યું કે મોટાભાગના લોકોમાં કોરોનાના લીધે અંતરંગ સંબંધો પર અસર પડી છે. જેની પાછળ મનોવૈજ્ઞાનિક અને શારીરિક પરિબળ જવાબદાર છે.”

દર્દીઓ પર કોરોનાની ગંભીર અસર પડી જેની અસર તેમના સૌથી નજીકના વ્યક્તિએ પણ અનુભવી રહ્યા છે. જેમાં ઘણાંના મગજ પર એવી અસર થઈ કે કોરોનામાંથી બહાર આવ્યા પછી પણ તેમને કોરોનાનો સતત ડર રહેતો હતો જેના લીધે કેટલાક અડધો કલાક કરતા વધુ સમય સુધી હાથ ધોતા રહેતા હતા. સાજા થયેલા ઘણાં દર્દીઓમાંથી કેટલાકમાં ઊંઘ ઉડી જવાની સમસ્યા જાેવા મળી છે.

લગભગ ૨૩% દર્દીઓ એવા હતા કે જેઓ પોતાના હોસ્પિટલના દિવસોને ભૂલી શકતા નહોતા. અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે, કોરોનાથી સાજા થયેલા લોકો કરતા તેમના સગામાં કોરોનાને લઈને ભારે ડર જાેવા મળ્યો. કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસનો ડર વધુ હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.