સારા અલી ખાન બીચ પર સન બાથ કરતી જોવા મળી

મુંબઇ, સારા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બિકીની અવતાર ફ્લોન્ટ કર્યો છે. તેણે ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. સારાની આ તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં સારા અલી ખાન કલરફુલ બિકીનીમાં જાેવા મળી રહી છે. આમાં તે તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી પણ જાેવા મળી રહી છે. સારા અલી ખાન બીચ પર ઉભા રહીને સુંદર પોઝ આપી રહી છે. આ તસવીરમાં તે તેના કર્વ્સને ફ્લોન્ટ કરી રહી છે. સારા અલી ખાને તેના વાળ ખુલ્લા છોડી દીધા છે, જે પવનમાં લહેરાઈ રહ્યા છે. તેણે મોટી ઈયરિંગ્સ પહેરી છે, જે તેની બિકીની સાથે મેચ થઈ રહી છે.
આ તસવીરોમાં સારા અલી ખાન ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લાગી રહી છે. તેના ચહેરા પરનું સ્મિત ચાહકોનું દિલ જીતી રહ્યું છે. સારા અલી ખાને આ તસવીરોનું લોકેશન ડ્રીમ લેન્ડ તરીકે રાખ્યું છે. આ સાથે તેણે લખ્યું કે, “સૂર્ય, સમુદ્ર અને રેતી.
આ પહેલા સારા અલી ખાને તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો. આ વિડિયોમાં તેણે આગામી ફિલ્મ ‘ગેસલાઈટ’ના ગુજરાત શેડ્યૂલના શૂટિંગના પૂર્ણ થવાની વાત કરી હતી. ફિલ્મ ‘ગેસલાઈટ’માં સારા અલી ખાન સાથે વિક્રાંત મેસી છે. બંનેએ તાજેતરમાં જ દ્વારકાધીશ અને નાગેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હતી.SSS