Western Times News

Gujarati News

વડાલી તાલુકાના ધરોદ ગામ પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી

પ્રતિકાત્મક

વડાલી તાલુકાના ધરોદ ગામ પાસે આજે એક અજાણ્યા આશરે ૩૫ વર્ષના પુરુષની લાશ મળી આવેલ છે. જેણે શરીર વાદળી કલરનો શર્ટ તથા આસમાની કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે.

જમણા હાથની કલાઈ પર હનુમાનજી નું ચિતરાવેલ છે તથા જમણા હાથના કાડા પાસે અંગ્રેજીમાં આર એલ નું ચિતરામણ કરાવેલ છે જે કોઈ કારણસર મરી ગયેલ હોઈ હાલતમાં મળી આવેલ છે.

જેથી આવો કોઈ ઈસમ ગુમ થયેલ હોય તો વડાલી પોલીસ સ્ટેશને તપાસ કરાવડાવી. જેના વાલી વારસો અંગેની કોઈ માહિતી મળે તો વડાલી પોલીસ સ્ટેશન જિલ્લા સાબરકાંઠા ટેલીફોન નંબર 02778 2220 31 તથા મોબાઈલ નંબર  9723106040 પર ફોન કરવા વિનંતી કરાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.