Western Times News

Gujarati News

પોલીસે પ્રતિક ગાંધીને ખભેથી પકડ્યો અને એક ગોડાઉનમાં ધકેલી દીધો

મુંબઈ પોલીસે અપમાનિત કર્યાનો પ્રતિક ગાંધીનો આક્ષેપ

(એજન્સી) મુંબઈ, ગુજરાતી મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં પોતાના નામનો ડંકો વગાડ્યા બાદ એક્ટર પ્રતીક ગાંધી હવે બોલિવુડમાં પણ પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યો છે. વેબ સીરીઝ ‘સ્કેમઃ ૧૯૯૨’ પછી હિન્દી ફિલ્મ જગતમાં પ્રતીકની બોલબાલા વધી છે અને તે સારા પ્રોજેક્ટ્‌સનો ભાગ બની રહ્યો છે.

જાેકે, હાલમાં જ પ્રતીક ગાંધીને મુંબઈ પોલીસ તરફથી કડવો અનુભવ થયો છે. પ્રતીક ગાંધીનું કહેવું છે કે, મુંબઈ પોલીસે તેને અપમાનિત કર્યો હતો.

પ્રતીકે પોતાની સાથે બનેલી આ ઘટના સોશિયલ મીડિયા પર વર્ણવી છે. તેણે કહ્યું હતું કે, હાઈવે પર વીઆઈપી મૂવમેન્ટ હોવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જે બાદ સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે, શહેરમાં પીએમ મોદી આવ્યા હતા એટલું આવું થયું.

પ્રતીક ગાંધીએ ટિ્‌વટ કરતાં લખ્યું હતું, “મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ હતો કારણકે કોઈ વીઆઈપી પસાર થવાના હતા. મારે શૂટિંગના લોકેશન પર પહોંચવાનું હતું એટલે હું ચાલવા લાગ્યો. પરંતુ પોલીસે મને ખભાથી પકડ્યો અને માર્બલના એક ગોડાઉનમાં ધકેલી દીધો. અહીં મેં ખાસ્સીવાર સુધી રાહ જાેઈ હતી અને તેમણે એ વખતે શા માટે આવું વર્તન કર્યું તે પણ ના જણાવ્યું. અપમાનિત કરાયો.

પ્રતીકના આ ટિ્‌વટ પર પ્રતિક્રિયા આપતાં એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું, પીએમ મોદી શહેરમાં આવ્યા છે માટે આવું હોઈ શકે છે. આના પર પ્રતીકે જવાબ આપતાં લખ્યું, ઉપ્સ. મને નહોતી ખબર.

વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રતીક ગાંધી હાલ પત્રલેખા સાથેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. પત્રલેખા અને પ્રતીક જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈ ફુલેની બાયોપિકમાં જાેવા મળશે. આ સિવાય પ્રતીક ગાંધી વિદ્યા બાલન, ઈલિયાના ડિક્રૂઝ અને સ્નેહધીલ રામમૂર્તિ સાથે ફિલ્મમાં દેખાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.